News of Friday, 16th August 2024
ગીર-સોમનાથ જીલ્લાના પ્રથમ-પૂર્વ એસ. પી. રાજેન્દ્રસિંહ ચુડાસમાની રાષ્ટ્રપતિ મેડલ માટે પસંદગી થતાં ખુશાલી

(ભાસ્કર વૈદ્ય દ્વારા) પ્રભાસ પાટણ તા. ૧૬ :.. ગીર-સોમનાથ જીલ્લાના પ્રથમ અને પૂર્વ જીલ્લા, જીલ્લા પોલીસ વડા અને હાલ એસ. આર. પી. ગ્રુપ વડોદરા-૯ ના કમાન્ડર રાજેન્દ્રસિંહ ચુડાસમાને રાષ્ટ્રપતિ એવોર્ડ માટે નામ જાહેર થતાં સર્વત્ર ખુશી.
અમદાવાદ જીલ્લાના ધંધુકા તાલુકાના ભડીયાદ પીર ગામે તા. ૮-૧ર-૧૯૭૮ ના રોજ જન્મેલા તેઓ ભાવનગર યુનિવર્સિટી એમ. એસ. સી. ફસ્ટ કલાસ ગોલ્ડ મેડાલીસ્ટ છે.
વટવા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે કારર્કીદી પ્રારંભ કરી આગળ વધતા જી. પી. એસ. પરીક્ષા રાજયમાં ટોર્પસ તરીકે પાસ કરી એસ. પી. બન્યા તેઓ સોમનાથ જીલ્લામાં પંચમહાલ, અમદાવાદ, ભરૂચ, મુખ્યમંત્રી સુરક્ષા સહિત વિવિધ સ્થળોએ કાર્યદક્ષ - સુપેરે ફરજ બજાવી પોલીસ તંત્રનું ગૌરવ વધાર્યુ છે.
તેઓ એક શ્રેષ્ઠ રમતવીર પણ છે અને તીરંદાજીમાં રાષ્ટ્રીય કક્ષાએ રાજયનું ગૌરવ વધારેલ છે. મો. નં. ૯૯રપ૦ રપ૧૬૯ ઉપર શુભેચ્છાવર્ષા થઇ રહી છે.
(10:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
