<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th August 2024

આજે તો તને જીવતો મૂકવો નથી...: ગોંડલમાં કરણ સોલંકી ઉપર અક્રમનો છરીથી ખૂની હુમલો

અક્રમના ભાઇ રાહિલે પણે જાતિ પ્રત્‍યે અપમાનીત કરી ઢીકાપાટુ માર્યાઃ વસીમના ઝઘડાના સમાધાન માટે ભેગા થયા બાદ બન્ને ભાઇઓ તૂટી પડયા

રાજકોટ તા. ૧૬ :.. ગોંડલ સુમરા સોસાયટીમાં સમાધાન માટે ભેગા થયા બાદ ઉશ્‍કેરાયેલ બે ભાઇઓએ યુવકને જાતિ પ્રત્‍યે અપમાનીત કરી એક ભાઇએ છરીના બે ઘા ઝીંકી દેતા યુવકને સારવાર અર્થે રાજકોટ ખાનગી હોસ્‍પીટલમાં ખસેડાયેલ છે.

પ્રાપ્‍ય વિગતો મુજબ ગોંડલ ભગવતપરા સોસાયટી શેરી નં. ર૯-૧૪ માં રહેતા રમેશભાઇ પાલાભાઇ સોલંકીએ આરોપી અક્રમ યુનુસભાઇ ફકીર તથા રાહીલ યુનુસભાઇ ફકીર રે. બન્ને સુમરા સોસાયટી ગોંડલ સામે ગોંડલ બી ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. ફરીયાદમાં જણાવ્‍યા મુજબ આરોપીઓને સાહેદ વસીમભાઇ સાથે કોઇ બાબતે અગાઉ માથાકુટ થયેલ હોય જે બાબતે સમાધાન કરવા માટે સાહેદો આરોપીઓ તથા ફરીયાદીનો પુત્ર કરણ (ઉ.ર૪) સુમરા સોસાયટીમાં ભેગા થયા હતાં. સમાધાનની વાત ચાલુ હતી તે દરમિયાન આરોપી અક્રમે ઉશ્‍કેરાઇ જઇ ફરીયાદીના પુત્ર કરણને જાતિ પ્રત્‍યે અપમાનીત કરી ‘આજે તો તમને જીવતો મૂકવો નથી' તેમ કહી ગાળો આપી નેફામાંથી છરીથી જાનથી મારી નાખવાના ઇરાદે કરણના જમણા પડખામાં તથા ડાબા હાથના કાંડા ઉપર છરીના ઘા મારી દિધા હતા અને આરોપી રાહિલે કરણને પતાવી દેવાની ધમકી આપી ઢીકાપાટુનો માર મારી જાતિ પ્રત્‍યે અપમાનીત કરતા શબ્‍દો કહ્યા હતાં.

ખૂની હુમલામાં ઘવાયેલા કરણને ગંભીર હાલતમાં સારવાર અર્થે રાજકોટ ખાનગી હોસ્‍પીટલમાં ખસેડાયેલ છે.

બી ડીવીઝન પોલીસે આ ફરીયાદ અન્‍વયે ઉકત બન્ને ભાઇઓ સામે ગુન્‍હો દાખલ કરી  તપાસ હાથ ધરી છે.

(10:31 AM IST)