<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th August 2024

ભુજમાં સ્‍વાતંત્ર્ય પર્વની અનોખી ઉજવણીઃ તળાવ વચ્‍ચે કરાયું ધ્‍વજ વંદન

વહાણ અને સ્‍પીડ બોટના મોડેલ બનાવી લહેરાવ્‍યો તિરંગો

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા. ૧૬:  હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભુજના જયેશ સીસોદિયા નામના વ્‍યક્‍તિએ લાકડામાંથી કચ્‍છી વહાણનું મોડલ  તૈયાર કર્યું  છે. જયેશ ભાઈ દ્વારા તૈયાર કરવામાં આવેલ કચ્‍છ કેસરી નામના વહાણમાં  તિરંગા ફરકાવી  ભુજ હમીરસર તળાવમાં બોટને  ચલાવી હતી.

આજે સમગ્ર દેશ ૭૮ મો સ્‍વાતંત્ર્ય દિનની ઉજવી રહ્યો છે. જેને લઈને દેશવાસીઓમાં અનેરો ઉત્‍સાહનો માહોલ છે. હમીરસર તળાવમાં દોડતું કચ્‍છી વહાણ અને પોલીસ સ્‍પીડ બોટ આકર્ષણનું કેન્‍દ્ર બની હતી. હાલમાં સમગ્ર દેશમાં હર ઘર તીરંગા અભિયાન ચાલી રહ્યું છે જેને સમર્થન આપવા જયેશ ભાઈ ટેકનોલોજીની મદદથી  કચ્‍છી વહાણ અને પોલીસની સ્‍પીડ બોટ બનાવી છે. બંને બોટ પર આન બાન અને શાન સાથે તિરંગો  ફરકાવી રિમોટથી બોટને ઓપરેટ કરી હમીરસર તળાવમાં ચલાવી હતી .. જયેશભાઇ સીસોદીયા દ્વારા છ મહિના પહેલા લાકડામાંથી કચ્‍છી વહાણનું મોડલ તૈયાર કરવામાં આવ્‍યું હતું. આ નિહાળવા મોટી સંખ્‍યામાં લોકો ઉમટયાં હતા. હર ઘર તિરંગા અભિયાન અને  ૧૫ ઓગસ્‍ટની ઉજવણી ભાગરુપે બંને બોટ પર તિરંગો ફરકાવી અનોખી રીતે  ધ્‍વજવંદન કરવામાં આવ્‍યું હતું.

(11:04 AM IST)