<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th August 2024

માનવતાના મોતી અને કોમી એકતાના મસીહા સૈયદ દાદાબાપુ કાદરી ફાતેમી

પોરબંદરઃ ઈન્‍સાનીયતના ચમકતા સીતારા માનવતાના મોતી કૌમી એકતાના મસીહા રહબરે શરીઅત રુહાની પેશ્વા સૈયદ દાદાબાપુ કાદરી ફાતીમી આજ રોજ આ દુનીયાથી અલવીદા કરી ગયેલ છે માટે મુસ્‍લિમ સમાજમાં સોકનુ મોજુ ફલાયેલ.

સરકાર દાદાબાપુએ ગુજરાતભરના દરેક વિસ્‍તારમાં રુબરુ જઇને શિક્ષણ ક્ષેત્રે અમૂલ્‍ય યોગદાન આપ્‍યું અને ખાસ કરીને મુસ્‍લિમ સમુદાયમાં સામાજીક ક્ષેત્રે આમુલ પરિવર્તન લાવીને ભાવિ પેઢીને નવી રાહ ચીંધી તેમજ (એક લાખ)થી વધારે યુવાનોને વ્‍યસનમુક્‍ત બનાવીને જીવન જીવવાની પ્રેરણા આપી.

સૈયદી સરકાર હુઝૂર દાદાબાપુ કાદરી ફાતમીએ ૬૦૦થી વધારે મસ્‍જીદ ૨૫૦થી વધારે મદ્રેસાઓ, બહેતરીન સ્‍કુલ તથા કોલેજ સ્‍થાપીને સમાજને અર્પણ કરી છે. સૈયદી દાદાબાપુ કાદરી ફાતમી દીન અને દુન્‍યવી ક્ષેત્રે એવુ કાર્ય કરી ગયા કે આવનારી પેઢી તેમના યોગદાનને આજીવન યાદ રાખશે.કોઈ માણસ પોતાના મર્હુમોની યાદમાં અમુક રૂપિયા, અમુક મિલકત કે અન્‍ય કોઈ ચીજ-વસ્‍તુ અર્પણ કરે છે, પરંતુ સરકાર દાદાબાપુએ પોતાની તમામ ઝીંદગી ઉમ્‍મતે મુસલેમાં માટે વક્‍ફ કરી દિધી હતી.

સાવરકુંડલા ના સૈયદ સાદાત દાદાબાપુની  જાહેર જીવનમાં કયારેય ન પુરી શકાય તેવી ખોટ પડી છે જેમનું જીવન હમેશા હિન્‍દુ-મુસ્‍લીમ તમામ માટે સમર્પીત હતુ, જેઓ હમેંશા તન મન ધન થી દરેક લોકોનાં પ્રશ્‍ને અડીખમ હતા, જેમની પ્રેરણા સૌમાટે લાભ રુપી રહેતી, જેમણે હંમેશને માટે લોક ઉપયોગી કાર્યોની જ્‍યોત પ્રજ્‍વલિત કરી હતી.

એવા સૈયદ સાદાત દાદાબાપુની સમાજને અને પરિવારજનો ને કયારે પણ ન પુરી શકાય તેવી ખોટ પડી છે. દાદાબાપુ આપણી વચ્‍ચે નથી રહ્યા પણ તેમની યાદ હમેશાં આપણાં દિલમાં  રહેશે.. તથા આ દુખ ની ઘડી મા તેમના પરીવાર જનો ને સબ્રે જમીલ અતા કરે તેવી દુવા.સાથે પોરબંદર સામાજીક કાર્યકર ઇસ્‍માઇલખાન શેરવાની દ્વારા યાદી પાઠવામા આવેલ છે.

ઇસ્‍માઇલખાન શેરવાની

મો.૯૮૯૮૯૨૩૬૬૦

પોરબંદર

(11:15 AM IST)