News of Friday, 16th August 2024
જસદણમાં સૂફી સંત હ.સૈયદ દાદાબાપુ (ર.અ.)ની યાદમાં આજે સાંજે નગીના મસ્જિદમાં કુરાન ખ્વાની

(હિતેશ ગોસાઇ દ્વારા) જસદણ,તા. ૧૬: લાખો દિલોમાં રાજ કરનારા ધર્મ, શિક્ષણ, સેવા અને વ્યસન મુક્તિના ણેતા સૂફી સંત હ. દાદાબાપુ કાદરી (ર. અ.) ની યાદમાં જસદણ શહેર સમસ્ત સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા એક કુરાનખ્વાનીનો એક કાર્યક્રમ આજે શુક્રવારે સાંજે ચાર કલાકે નગીના મસ્જિદ ખાતે યોજવામાં આવેલ છે જેમાં સુન્ની મુસ્લિમ સમાજના નાના થી માંડી મોટેરા સુધીના સુન્ની મુસ્લિમ સમાજના બિરાદરો બહોળી સંખ્યામાં જોડાય હ. દાદાબાપુને આંસુની અંજલી અર્પણ કરશે અત્રે નોંધનીય છે કે ગત મંગળવારે સાવરકુંડલામાં પરદો કરી જનારા દાદાબાપુએ આજીવન અલ્લાહની બંદગી સાથોસાથ સેવાવ્રત પાળી એક ખરાં અર્થમાં સૂફી સંતપણું નિભાવી સહેજ પણ ભેદભાવ વિના લાખો લોકોના દિલોમાં અજવાળું પાથરવાનું ભગીરથ કાર્ય કર્યું હતું તે થકી આવા મહામાનવની અંતિમસફરમાં ગત બુધવારે સાવરકુંડલામાં લાખો લોકો જોડાયા હતા.
(12:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
