<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th August 2024

જીલ્લામાં જૂગારના ૯ દરોડોમાં ૯ મહિલા સહિત ૪પ પકડાયા

ગોંડલમાં ૬, જામકંડોરણાના પીપરડીમાં ૬, ધોરાજીમાં ર દરોડામાં ૯ મહિલા સહિત ૧૧ પકડાયા ૬ નાસી ગયા, શાપરમાં ર દરોડોમાં ૧૩, પડધરીમાં ર દરોડોમાં ૭ અને દેરડી ગામે પત્તા ટીંચતા ૬ શખ્‍સો પકડાયા

રાજકોટ તા. ૧૬ :.. જીલ્લામાં જૂગારની મોસમ ખીલી હોય તેમ અલગ અલગ ૯ દરોડોમાં ૯ મહિલા સહિત ૪પ બાજીગરો પતા ટીંચતા પોલીસની ઝપટે ચડી ગયા હતાં.

પ્રથમ દરોડોમાં ગોંડલ પોલીસે આરોપી પ્રકાશ રાજુભાઇ સોલંકી રહે. ગોંડલ ખોડીયાર નગર મંગલમ પાર્કના મકાનમાં રેઇડ કરી જૂગાર રમતા મકાન માલીક તથા પ્રકાશ, (ર) ભરત રામજીભાઇ મકવાણા ધંધો ડ્રાઇવીંગ રહે. ગોંડલ ખોડીયારનગર મંગલમ પાર્ક, (૩) દિલીપ હરજીભાઇ પંચાસરા ધંધો વેપાર રહે. ખોડીયારનગર, મંગલપાર્ક, (૪)  ભરત રમેશભાઇ વાઘેલા ધંધો વેપાર રહે. ગોંડલ ખોડીયારનગર, મંગલમ પાર્ક,  (પ) ધર્મેશ ઉર્ફે ધમો વિનુભાઇ વાઘેલા ધંધો વેપાર  રહે. ખોડીયારનગર મંગલમ પાર્ક, ત્‍થા (૬) પ્રવિણ સુનીલભાઇ મકવાણા ધંધો વેપાર રહે. અમરનગર ગામ, સરકારી દવાખાનાની પાસે તા. જેતપુરને રોકડા રૂા. ૩૬,૯૦૦ તથા ગંજીપતા સાથે ઝડપી લીધા હતાં.

બીજા દરોડોમાં જામકંડોરણા પોલીસ પીપરડી ગામની સીમમાં સુખુભા દાદભા જાડેજાની વાડીની ઓરડી પાસે રેઇડ કરી જાહેરમં જૂગાર રમતા (૧) દિગ્‍વીજસિંહ ઉર્ફે દિગો અનિરૂધ્‍ધસિંહ જાડેજા ઉ.ર૯ ધંધો ખેતી રહે. જામકંડોરણા ઇન્‍દીરાનગર, (ર) હરપાલસિંહ રણજીતસિંહ જાડેજા ધંધો ખેતી રહે. પાદરીયા તા. જામકંડોરણા (૩) પરાક્રમસિંહ પ્રદ્યુમનસિંહ ઝાલા, ધંધો ખેતી રહે. જામકંડોરણા ચાંદની ચોક, (૪) ગીરીરાજસિંહ રામસિંહ વાળા, ધંધો ખેતી રહે. પીપરડી, (પ) ગોપાલ હરગોવિંદભાઇ સાપરા ધંધો ખેતી રહે. જામકંડોરણા પટેલ ચોક તથા (૬) રવીરાજસિંહ અનોપસિંહ જાડેજા ધંધો ખેતી રહે. વાવાડી તા. જામકંડોરણા ને રોકડા રૂા. ૪ર,૩ર૦ તથા ગંજીપતા સાથે ઝડપી લીધા હતાં.

ત્રીજા દરોડામાં ધોરાજી પોલીસે ધોરાજી જમનાવડ રોડ અપૂર્વ સ્‍કુલ પાસે રોડ પર રેઇડ કરી જાહેરમાં જૂગાર રમતા (૧) મૃદુલાબેન વા-ઓ લલીતભાઇ જોષી, (ર) ગીતાબેન રમેશભાઇ રાખોલીયા, (૩) દીશાબેન વા-ઓ વાજસુરભાઇ જેઠવા, (૪) મબુબેન વા./ઓ. હરેશભાઇ ચાવડા, (પ) સરોજબેન વા./ઓ. સુરેશભાઇ ઠેસીયા (૬) ચાંદનીબેન વા./ઓ. કૈલાશભાઇ ચોવટીયા (૭) મીનાબેન વા./ઓ. આનંદભાઇ ચોલેરા (૮) રીનાબેન વા./ઓ. કનેશભાઇ ઠુમ્‍મર (૯) ફોરમબેન વા./ઓ. હર્ષકુમાર ભુત રહે. તમામ ધોરાજી જમનાવડ રોડ અપુર્વ સ્‍કુલ સામેની શેરીને રોકડા રૂ). ૧૦,૧,૦ તથા ગંજીપતા સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

ચોથા દરોડામાં ધોરાજી પોલીસે ધોરાજી પાન પાછળ રોડ રેઇડ કરી જાહેરમાં જુગાર રમતા (૧) ઇરફાનશા હાસમશા શાહમદા ધંધો મજુરી રહે. ધોરાજી જુના કબ્રસ્‍તાન (ર) શબ્‍બીર જુસબભાઇ મન્‍સુરી ધંધો મજુરી રહે. ધોરાજી ચમાલીયા દરબારીવાડાને ઝડપી લીધા હતા. જયારે (૩) એઝાઝ ઉર્ફે કેસર ફકીર રહે. ધોરાજી (૪) અસ્‍પાક ઘાંચી રહે. ધોરાજી ચમાલીયા (પ) નુરો ગામેતી રહે. ધોરાજી (૬) અહેમદ ફકીર રહે. ધોરાજી ફુલવાડી (૭) અનીયો મુની રહે. ધોરાજી (૮) આમીર રહે. ધોરાજી નાસી છુટતા તેની શોધખોળ હાથ ધરાઇ છે. પોલીસે ૧પ,૬૭૦ અને ગંજીપતો કબ્‍જે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

પાંચમા દરોડામાં શાપર-વેરાવળ પોલીસે વેરાવળ ક્રિષ્‍નાપાનવાળી શેરી સ્‍વસ્‍તીક બેરીંગના કારખાનાની બાજુમાં રસ્‍તા પર રેઇડ કરી જાહેરમાં જુગાર રમતા (૧) આકાશ કુમાર વિશ્વનાથ પ્રસાદ (ર) સુનીલરામ ગરીબરામ રમાની (૩) ધર્મેન્‍દ્રરામ મસુધનરામ (૪) ગોવિંદભાઇ શરોજભાઇ પ્રજાપતી (પ) બલેશ્વરકુમાર સુદર્શન યાદવ (૬) સતેન્‍દ્રકુમાર રમેશચંદ્ર શાહ, (૭) મોન્‍ટુકુમાર રાજેસિંહ (૮) પલ્‍ટુરામ ગોરખરામ તથા (૯) અનુપમકુમાર રાજબહાદુર ગૌતમ રે. તમામ શાપર-વેરાવળને રોકડા રૂા. ૧૦,૪પ૦ અને ગંજીપત્તા સાથે ઝડપી લીધા હતા.

છઠ્ઠા દરોડામાં શાપર-વેરાવળ પોલીસે વેરાવળ આઇડીસી રોડ ઉપર ડીવાઇઝન કારખાનાની બાજુમાં ખુલ્લા પટ્ટમાં રેઇડ કરી જૂગાર રમતા (૧) મોન્‍ટુરામ ગોરખરામ (ર) શૈલેશકુમાર કલુભાઇ ગૌતમ (૩) દિનેશકુમાર કમિંદરભાઇ યાદવ, તથા (૪) રાજકુમાર રામજગત નિસાર રહે. તમામ શાપર-વેરાવળને રોકડા રૂા. ૩૯પ૦ અને ગંજીપતા સાથે ઝડપી લીધા હતાં.

સાતમાં દરોડામાં પડધરી પોલીસે ન્‍યારા પેટ્રોલ પંપ પાછળ આવેલ ઝૂપડા પો. સ્‍ટે. પાસે રેઇડ કરી જાહેરમાં જૂગાર રમતા (૧) સાયર ભીખાભાઇ રાઠોડ ધંધો મજૂરી રહે. મોવૈયાના ઢોરે પડધરી, (ર) કાળુનાથ લખુનાથ નકુમ ધંધો મજૂરી રહે. મામા વાડી રંગીલા નવાગામ, (૩) દેવાયતભાઇ કાનાભાઇ રાઠોડ ધંધો મજૂરી રહે. મોવૈયાના ઢોરે પડધરી તથા (૪) કેશવજી પુંજાભાઇ આંકોલીયા ધંધો મજૂરી રહે. ન્‍યારા પેટ્રોલ પંપ પાછળ પડધરીને રોકડા રૂા. ૭૦પ૦ અને ગંજીપતા સાથે ઝડપી લીધા હતાં.

આઠમાં દરોડામાં પડધરી પોલીસે જૂની પડધરી રોડ ઉપર રેઇડ કરી જાહેરમાં જૂગાર રમતા (૧) કુમાર રાયધનભાઇ સોલંકી ધંધો વેપાર રહે. જુની પડધરી, (ર) પંકજ સુરેશ સોલંકી ધંધો મજૂરી રહે. જૂની પડધરી  ને રોકડા રૂા. ૩૧પ૦ અને ગંજીપત્તા સાથે ઝડપી લીધા હતાં.

નવમાં દરોડામાં સુલતાનપુર પોલીસે દેરડી (કું.) ગામે નાલંદા વિદ્યાલય પાસેથી સનાળી ગામ તરફ જતા જુના માર્ગના રસ્‍તે રેઇડ કરી જાહેરમાં જૂગાર રમતા (૧) હસમુખ અમરશીભાઇ ગોલ ધંધો ખેતી રહે. દેરડી (ર) ભરત ઉર્ફે મીઠાભાઇ બાવાભાઇ રાદડીયા ધંધો મજૂરી રહે. મોટા સખપર, (૩) નટુ પ્રાગજીભાઇ સોલંકી ધંધો મજૂરી રહે. દેરડી (કું.) (૪) ઇમરાન ઉર્ફે રાજૂ ઇકબાલભાઇ ધંધુકીયા હીરાઘસુ રહે. મોટા ઉજરડા તા. વાડીયા તથા (પ) અમરશી લાલજીભાઇ રાછડીયાને રોકડા રૂા. ૪૧,૩૦૦ અને ગંજીપતા સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

(12:06 PM IST)