News of Friday, 16th August 2024
એક સાથે 9 લોકો બેસી શકે અને 1200 લોકો વજન ઉઠાવી શકે તેવી ગાડીમાં સ્વતંત્રતા દિવસ પર કચ્છમાં ભારતીય સેનાના જવાનોએ પેટ્રોલિંગ કર્યું
6 ATOR N1200 વાહનને JSW Gecko કંપની દ્વારા બનાવાયુ : કંપની સાથે 250 કરોડની ડીલ કરવામાં આવી : ગાડીને સ્વદેશી જરુરિયાતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી કાદવ કિચડમાં પણ સડસડાટ દોડે છે

ભુજ તા.૧૬ : સ્વતંત્રતા દિવસ પર પરેડમાં ભારતીય સેના દ્વારા 96 ATOR N1200 વાહનને રજૂ કરવામાં આવ્યું હતું. આ વાહનને હાલ કચ્છ ખાતે તૈનાત કરવામાં આવ્યું છે. ત્યારે ભારતીય સેનાના જવાનોએ કચ્છમાં ખાસ આ વાહન પર પેટ્રોલિંગ કર્યું હતું.
6 ATOR N1200 વાહનને JSW Gecko કંપની દ્વારા બનાવવામાં આવ્યું છે. આ માટે કંપની સાથે 250 કરોડની ડીલ કરવામાં આવી હતી. આ ગાડીને સ્વદેશી જરુરિયાતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. જેથી તેને કોઈ પણ વિસ્તારની અંદર ચલાવી શકાય. તેને એક્સ્ટ્રીમ મોબિલિટી વ્હીકલ પણ કહેવામાં આવે છે. આ ગાડી કાદવ અને ભેજવાળા વિસ્તારોમાં પણ સરળતાથી ચલાવી શકાય છે. કારણ કે તેના પૈડા ફસાઈ જતા નથી. આ ગાડીમાં એકસાથે 9 લોકો બેસી શકે છે જ્યારે 1200 લોકો વજન ઉઠાવી શકે છે.
આ વાહનમાં 1.2 લીટરના ટર્બોચાર્જ્ડ ડીઝલ એન્જિન લગાવવામાં આવ્યું છે. જે 138 હોર્સ પાવરની ક્ષમતા ધરાવે છે. આ વાહનમાં હાઈડ્રો-ન્યુમેટિક સસ્પેન્શન આર્મ છે. જેના દ્વારા તેને કોઈ પણ રસ્તા પર ચલાવી શકાય છે. કોઈ પણ સિઝનમાં તે માઈનસ 40 ડિગ્રી થી 45 ડિગ્રી સેલ્સિયલ સુધી કામ કરી શકે છે.
કચ્છમાં સેના હાલ આ વાહનનો ઉપયોગ કરી રહી છે. કચ્છ સિવાય આગામી સમયમાં આ વાહનને ઉત્તર-પૂર્વ અને હિમાલયના વિસ્તારોમાં તૈનાત કરવામાં આવશે. આ સિવાય કુદરતી આપત્તિ દરમિયાન રાહત બચાવના કાર્યોમાં પણ તેનો ઉપયોગ કરવાની પ્લાનિંગ ચાલી રહી છે.
(1:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
