News of Friday, 16th August 2024
મોરબીમાં ઠેરઠેર સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી, દેશની આન, બાન, શાન સમા તિરંગાને સલામી

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા. ૧૬: મોરબીમાં આજે જિલ્લા કક્ષાના સ્વાતંત્રતા પર્વની ઉજવણી મોરબીના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી હતી. જ્યાં મોરબીના કલેકટર કે. બી. ઝવેરીના હસ્તે નાસ્તા ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું અને પોલીસના વિવિધ પ્લાટુન દ્વારા પરેડ કરવામાં આવી હતી. જેમાં પોલીસ, હોમગાર્ડ અને મહિલા પોલીસ દ્વારા પરેડ કરવામાં આવી હતી.
આ તકે સરકારી અને ખાનગી શાળાના બાળકો દ્વારા જુદા જુદા વેશભૂષા સાથે દેશભક્તિના ગીતો ઉપર સાંસ્કળતિક કાર્યક્રમો રજુ કરવામાં આવ્યા હતા. મોરબીના વિવિધ પોલીસ સ્ટેશન અને વહીવટી કચેરીઓમાં ઉત્કળષ્ટ કામગીરી કરનાર કર્મચારીઓનું કલેક્ટર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ રાજ્ય કક્ષાએ વિવિધ રમતોમાં નંબર પ્રાપ્ત કરનાર રમતવીરોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય કાંતિલાલ અમળતિયા, ડીડીઓ, એસપી રાહુલ ત્રિપાઠી સહીત તમામ વિભાગોના કર્મચારીઓ, અધિકારીઓ, રાજકીય આગેવાનો અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિતિ રહ્યા હતા.
મોરબી નગરપાલિકા કચેરી ખાતે સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાઈ.
આજરોજ ૧૫મી ઓગસ્ટે મોરબી નગરપાલિકા કચેરી ખાતે નગરપાલિકા કક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મોરબી નગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર અને ડેપ્યુટી કલેકટર- હળવદ ડી.વી. ડોબરીયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ ઉજવણીમાં મોરબી નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલરો, નગરપાલિકાના કર્મચારીઓ, હોદ્દેદારો સહિતના લોકો ઉપસ્થિત રહ્યા.
ઔધોગિક એકમમાં ધ્વજવંદન
આજરોજ ૧૫ મી ઓગસ્ટે ભારતભરમાં ૭૮મા સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મોરબી ની નામાંકિત વિશ્વ પ્રખ્યાત સિરામિક એકમ એવું Nexion Surfaces Private Limited* ખાતે પણ સ્વતંત્રતા પર્વની અનેરી ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત કંપનીના તમામ અધિકારીઓ તથા સ્ટાફગણ ઉપસ્થિત રહી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું તેમજ કર્મચારીઓના બાળકો દ્વારા દેશભક્તિ ગીત તથા ભારતીય પરંપરા ને લગતા સાંસ્કળતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા તેમજ અધિકારીઓ દ્વારા બાળકો તથા કર્મચારીઓને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન
નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન-મોરબીના દરેક કૅમ્પસ આઝાદીના રંગે રંગાઈ ગયાં. હર ઘર તિરંગાની થીમ પર સ્વાતંત્ર્ય પર્વની પૂરા જોશ અને ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી. નવયુગ વિદ્યાલય મોરબી મુકામે શ્રી જિતેન્દ્રભાઈ વિરમગામા (આર.એસ.એસ. જિલ્લા બૌધિક પ્રમુખ)ના હસ્તે ધ્વજવંદન થયું અને તેમણે દેશભક્તિ સાથે આજની વિકટ પર્યાવરણીય સમસ્યાના હલ માટે ‘એક વળક્ષ મા કે નામ' અભિયાનને વેગ અપાવની હિમાયત કરી. નવયુગ સંકુલ વિરપર મુકામે શ્રી જયંતિભાઈ પડસુંબિયા (વિદ્યાભારતી સંસ્કળતિ બોધ પરીક્ષા- પ્રાંત સંયોજક)ના હસ્તે ધ્વજવંદન થયું. તેમણે દેશની પ્રગતિની વાત કરી તથા નવયુગ પ્રિ-સ્કૂલ ઇન્ટરનેશનલ મુકામે ભાવિષાબેન સરડવા (રાષ્ટ્ર સેવિકા સમિતિ)ના હસ્તે ધ્વજવંદન કરવામાં આવેલ. પ્રમુખ શ્રી કાંજીયાસાહેબે પોતાની આગવી શૈલીમાં ભાષણ આપતાં કહ્યું આજે દુનિયા ડામાડોળ છે ત્યારે ભારત સ્થિરતાથી આગળ વધી રહ્યો છે, દેશની આંતરિક સુરક્ષા માટે યુવાનોએ અગ્નિવીર બનવાની જરૂર છે.
ધ્વજવંદનની સાથે દરેક કેમ્પસમાં NCCની જુનિયર બોયઝ અને સિનિયર ગર્લ્સ બટાલિયનના કેડેટ્સ દ્વારા પરેડ કરી ધ્વજને સલામી આપવામાં આવી હતી. દેશભક્તિથી ઓત-ોત વાતાવરણમાં કે.જી.થી કૉલેજ સુધીના બાળકો દ્વારા રંગારંગ કાર્યક્રમો થયાં. સમૂહગાન, લોકગીત, પર્યાવરણ જાગળતિ ડ્રામા, થીમ બેઝ ડાન્સ, વક્તળત્વ, સલાડ ડેકોરેશન, સ્ક્રેચ એન્ડ પૅન્ટિંગ, ક્રાફ્ટ વર્ક, રમતગમત તથા સ્વચ્છતા માટે જનજાગળતિ રેલી જેવા કાર્યક્રમો થયા. સોશિયલ મીડિયા ફેમસ તથા શાળાના વિદ્યાર્થી બોપલિયા ભવ્ય દ્વારા તેજાબી સ્પીચ આપવામાં આવી.
બધા કાર્યક્રમનું આયોજન સરકારની ગાઈડલાઇન મુજબ, ખૂબ સારી રીતે અને આગવી રીતે કરવા બદલ સંસ્થાના પ્રમુખશ્રી પી.ડી. કાંજીયાસાહેબ તથા શ્રીમતી રંજનબેન પી. કાંજીયાએ બધાંનો આભાર વ્યક્ત કરેલ તથા ઉત્સાહ વધારેલ. કાર્યક્રમોને સફળ બનાવવા માટે મેનેજિંગ ટ્રસ્ટી બળદેવભાઈ સરસાવાડીયાએ સંકલન કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
કુબેરનાથ
મોરબી સુપ્રસિદ્ધ ઐતિહાસિક એવા શ્રી કુબેર નાથ મહાદેવ મંદિરમાં ભારતના ૭૮ માં સ્વતંત્રતા દિવસ ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવેલ જેની અંદર સવારે શ્રી કુબેરનાથ દાદા ની મંગલા આરતી ત્યારબાદ રુદ્ર અભિષેક ત્યારબાદ દીપકભાઈ પંડ્યા અને પરેશભાઈ વજેરીયાના યજમાન પડે ધજા આહરો હણ કરવામાં આવેલ ત્યારબાદ મંદિરના પટ્ટાગણમાં ધ્વજવંદન કરવામાં આવેલ જેમાં મહંત પરિવાર તથા ટ્રસ્ટી મંડળ અને ભક્ત જનો સેવક સમુદાયદ્વારા રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવેલ અને મંદિરના શિખર ઉપર ચારે દિશામાં રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્ર ભક્તિના ગીતો વગાડવામાં આવેલ જેના થકી ભક્તજનોના હૃદયમાં શિવ ભક્તિ સાથે રાષ્ટ્રભક્તિ પણ ઉજાગર કરવામાં આવેલ હોવાનુ મહંત ગુલાબ ગીરી બાપુની યાદીમાં જણાવાયુ છે.
બંગાલી સ્વર્ણ શિલ્પી એસોસીએશન
આજે સ્વાતંત્ર્ય પર્વની દરેક સ્થળે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મોરબી બંગાલી સ્વર્ણ શિલ્પી એસોસીએશન દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી બંગાલી એસો દ્વારા સોની બજાર ખાતે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં દેશની આઝાદી માટે સર્વોચ્ચ બલિદાન કરનાર મહાન ક્રાંતિકારીઓને પુષ્પ અર્પણ કરવામાં આવ્યા હતા અને વીર બલિદાની અમર રહોના નારા લગાવ્યા હતા.
હોમગાર્ડ જવાન
મોરબીમાં છેલ્લા ૨૦ વર્ષથી હોમગાર્ડમાં ફરજ બજાવતા પ્લાટુન કમાન્ડર બ્રિજેશ ચંદ્રકાંતભાઈ પંડ્યાને મુખ્યમંત્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. ૧૫મી ઓગસ્ટની ઉજવણી દરમિયાન પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આજે જિલ્લા કલેક્ટર કે. બી. ઝવેરી અને પોલીસ વડા રાહુલકુમાર ત્રિપાઠીના હસ્તે તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. હોમગાર્ડમાં ઉત્કળષ્ટ સેવા બદલ આજે તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આજે રાજભવન ખાતે રાજ્યપાલની ઉપસ્થિતિમાં યોજાનાર તોહ મિલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ મળતા પ્લાટુન કમાન્ડર બ્રિજેશભાઈ પોલીસ પરેડ ગ્રાઈન્ડ ખાતે પરેડ પૂર્ણ કર્યા બાદ તેઓ સીધા ગાંધીનગર જવા માટે રવાના થયા હતા.
મુખ્યમંત્રી એવોર્ડ મળવા ઉપરાંત રાજભવન ખાતે યોજાનાર તોહ મિલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ મળવા બદલ પૂરું હોમગાર્ડ યુનિટ હર્ષની લાગણી અનુભવે છે.
(1:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
