<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th August 2024

મોરબીના જાંબુડીયા પાસે બે ટ્રક સામસામા અથડાયા બાદ આગ લાગીઃ એકનું મોત

એક ટ્રકમાં કોલસો હોય આગ પ્રસરીઃ ટ્રકમાં સ્‍વાર દેવજીભાઇ ભડથુ થઇ ગયા

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી,તા. ૧૬: મોરબીના જાંબુડીયા પાસે ગત રાત્રે અકસ્‍માત બાદ બે ટ્રકમાં આગ લાગી હતી. આ ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ બે ફાયર ફાયતર સાથે ઘટના સ્‍થળે પહોંચ્‍યો હતો આ અંગે ફાયરના દેવેન્‍દ્રસિંહ જાડેજાએ જણાવ્‍યું હતું કે આગ એટલી વિકરાળ હતી કે આગને કાબુમાં લેતા મોડી રાત થઈ હતી.

આ અકસ્‍માતમાં એક ટ્રક માં કોલસો હોવાને કારણે આગે વિકરાળ સ્‍વરૂપ ધારણ કર્યું હતું. જેમાં ટ્રકમાં સવાર દેવજીભાઈ બચુભાઈ સીસદાણા (ઉમર ૪૯) રહેવાસી - વવાણીયા અસગમાં બળીને ભડથું થઈ જતા તેનું ઘટના સ્‍થળે જ મોત થઇ ગયું હતું. આથી ફાયર વિભાગે ડેડ બોડી ટ્રકમાંથી બહાર કાઢી પીએમ અર્થે સિવિલ હોસ્‍પિટલ ખસેડેલ.

(1:51 PM IST)