<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th August 2024

જુનાગઢ સિવિલ હોસ્‍પિટલમાં દર્દીના પરિવારજનોનો ડોક્‍ટર સહિત નર્સિગ સ્‍ટાફ પર હુમલો : તબીબોની હડતાલ

દર્દીનું મોત તબીબોની બેદરકારીથી થયાનો આક્ષેપ : બનાવને લઈને તપાસનો ધમધમાટ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૧૬ : જુનાગઢ સિવિલ હોસ્‍પિટલમાં દર્દીના પરિવારજનોએ ડોક્‍ટર સહિત નર્સિગ સ્‍ટાફ પર હુમલો કરતા તબીબો હડતાલ પર ઉતરી ગયા હતા. આ બનાવને લઈને પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

ગઈકાલે જુનાગઢ સિવિલ હોસ્‍પિટલમાં યુનુસભાઈ ખત્રી નામની વ્‍યક્‍તિને છાતીમાં દુઃખાવો ઉપડતા તેમના પરિવારજનો દ્વારા સિવિલ હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્‍યા હતા. તેના પગલે હોસ્‍પિટલના સ્‍ટાફે દર્દીને આઈસીયુ વોર્ડમાં સારવાર માટે દાખલ કર્યા હતા. પરંતુ સારવાર દરમિયાન આ દર્દીનું મળત્‍યુ નીપજ્‍યું હતું. જેને લઈને મળતકના પરિવારજનોએ દર્દીનું મોત હોસ્‍પિટલના ડોક્‍ટરોની બેદરકારીથી થયાનો આક્ષેપ કર્યો હતો.

આ પછી મળતકના પરિવારજનોએ માથાકૂટ કરી સિવિલ હોસ્‍પિટલના ડો. જીતેન્‍દ્ર પાંભર, ડો. અજય દુધાપાત અને ર્નસિંગ બ્રધર કર્મદીપ પરમાર ઉપર હુમલો કરતા ત્રણેયને સારવાર માટે દાખલ કરવામાં આવ્‍યા હતા.

આ બનાવના પગલે હોસ્‍પિટલના ડોક્‍ટરો આરોપીઓની ધરપકડની માગણી સાથે હડતાલ ઉપર ઉતરી ગયા હતા.

આ ઘટનાની જાણ થતાં ડીવાયએસપી હિતેશ ધાંધલીયા હોસ્‍પિટલ પર પહોંચ્‍યા હતા તેઓએ જણાવ્‍યું હતું કે, બે ડોક્‍ટર અન ેનર્સિગ પર મળતક દર્દીના ૭ થી ૮ પરિવારજનોએ હુમલો કર્યો હોવાનું સામે આવ્‍યું છે. આ મામલે ફરજમાં રૂકાવટ, ધમકી સહિતનો ગુનો નોંધી આગળની કાર્યવાહીની તજવીજ હાથ ધરવામાં આવી છે.

(1:58 PM IST)