News of Friday, 16th August 2024
સોૈરાષ્ટ્ર-કચ્છમાં સ્વાતંત્રય પર્વની ઉજવણીઃ સામુહિક ધ્વજવંદન
જીલ્લા- તાલુકા મથકોની સાથો-સાથ ગામે-ગામ રાષ્ટ્રધ્વજને સલામી અપાઇઃ સાંસ્કૃતિક કાર્યક્રમોની જમાવટ

પ્રથમ અને બીજી તસ્વીરમાં ગોંડલ, ત્રીજી તસ્વીરમાં ધોરાજીના પરબડી અને ચોથી તસ્વીરમાં આટકોટના કોઠી ગામે ધ્વજવંદન કરાયું તે નજરે પડે છે. (તસ્વીરઃ જીતેન્દ્ર આચાર્ય( ગોંડલ), કિશોર રાઠોડ (ધોરાજી), કરશન બામટા (આટકોટ)(૨.૨૬)
રાજકોટ તા.૧૬: રાજકોટ સહિત સોૈરાષ્ટ્ર-કચ્છમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઇ હતી. જેમાં સામુહિક ધ્વજવંદન સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા.
ગોંડલ
(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલઃ અખંડ ભારતના ૭૮માં સ્વાતંત્ર્ય પર્વની તાલુકા વહીવટી તંત્ર દ્વારા ગોંડલ તાલુકાના ડૈયા ગામમાં આવેલ તુલસી મંદિર સ્કૂલ ખાતે યોજાયો હતો. જેમાં ગોંડલ તાલુકા મામલતદાર રાહુલકુમાર ડોડીયા દ્વારા સવારે ૯:૦૦ કલાકે ધ્વજવંદન કરાયું હતું. ત્યારબાદ પોલીસ દ્વારા પરેડ સશષા સલામી આપવામાં આવી હતી. સમગ્ર પરેડનું કમાન્ડર તાલુકા પી.એસ.આઈ જે.એમ. ઝાલા દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે સાંસ્કળતિક કાર્યક્રમો યોજાયા હતા જેમાં સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના ગીતો પર કળતિ રજુ કરવામાં આવી હતી. ડૈયા ખાતે યોજાયેલ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં ઉપસ્થિત વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માન, પ્રમાણપત્ર તેમજ પુરસ્કાર ઈનામ વિતરણ કરાયું હતું. કાર્યક્રમના અંતે ફોરેસ્ટ વિભાગ દ્વારા તેમજ ઉપસ્થિત અધિકારીઓ અને આગેવાનો દ્વારા વળક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ગોંડલ તાલુકા કક્ષાએ યોજાયેલ ધ્વજવંદન કાર્યક્રમમાં સીટી મામલતદાર ડી.ડી. ભટ્ટ, તાલુકા હેલ્થ ઓફિસર ગોયલ, અનિડા ભાલોડી સરપંચ સામંતભાઈ બાંભવા,જિલ્લા પંચાયત સદસ્ય અમળતભાઈ મકવાણા, તાલુકા પંચાયત ન્યાય સમિતિના ચેરમેન બી.પી. સોલંકી, આર.એફ.ઓ વી.ડી. અંટાળા, ડૈયા ગામના સરપંચ, ઉપ સરપંચ, પ્રો. પી.એસ.આઈ વી.કે. સુરાણી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો, પ્રબુદ્ધ નાગરિકો, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન નાયબ મામલતદાર વાય.ડી. ગોહિલ, પ્રકળતિપ્રેમી હિતેશભાઈ દવે તેમજ દ્રષ્ટિ ભુવા દ્વારા કરવામાં આવ્યું હતું.
ધોરાજી
(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજીઃ ધોરાજી તાલુકા કક્ષાનો ૭૮માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નાની પરબડી ગામ ખાતે આવેલ ગોૈશાળાના મેદાન ખાતે રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવેલ જેમાં સબ ડિવીઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા ધ્વજવંદન કરવામાં આવેલ.
આ સમયે તાલુકા પંચાયતના ઉપપ્રમુખ રામભાઇ હેરભા, પુર્વ કારોબારી ચેરમેન સુરેશભાઇ ગજેરા, ભરતભાઇ મેર સહિત તાલુકા પંચાયતના અગ્રણીઓ તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ સંસ્કૃતિ કાર્યક્રમમાં સાથે વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવેલ.
આટકોટ
(કરશન બામટા દ્વારા) આટકોટઃ શ્રી કોઠી કુમાર પ્રા.શાળા, શ્રી કોઠી કન્યા પ્રા. શાળા અને શ્રી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા કોઠીના તેમજ જીનિયસ ટયુશન કલાસીસ સંયુક્ત ઉપક્રમે ધ્વજવંદન કાર્યક્રમ યોજવામા આવ્યો હતો.ગામના પ્રથમ નાગરિક એવા સરપંચના હાથે ઘ્વજવંદન કરવામા આવ્યુ હતુ. આ પ્રસંગે સૌ કોઈ દેશભક્તિના રંગે રંગાયા હતા. અંતે પ્રસાદીનુ વિતરણ કરી સૌ છુટા પડ્યા હતા.આજરોજ કોઠી ગામે કન્યા અને કુમાર પ્રા.શાળા તેમજ માધ્યમિક, ઉ.માધ્યમિક શાળા સાથે મળી ૭૮મા સ્વાતંત્ર્ય દિવસ (રાષ્ટ્રીય પર્વ)ની ઉજવણી કરવામાં આવી.ત્રણેય શાળાના આચાર્યશ્રીઓએ સુંદર આયોજન કર્યું.ગામના જ પત્રકાર મુનાભાઈ સાસકિયા પણ હાજર રહ્યા.સરપંચશ્રી,SMC સભ્યો,ગ્રામજનો સારી એવી સંખ્યામાં હાજર રહ્યા.ધ્વજવંદન બાદ શાળાના શિક્ષક જયપ્રકાશ નિર્મલે ઉદબોધન કર્યું હતું.
(2:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
