<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th August 2024

‘‘હર ઘર તિરંગા'' થકી દેશપ્રેમની ભાવના પ્રબળ બની : રાઘવજીભાઇ પટેલ

રાજયના કૃષિ મંત્રીના હસ્‍તે ૭૮ માં સ્‍વાતંત્ર્ય પર્વે જુનાગઢ ખાતે ધ્‍વજ વંદન : જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ સ્‍વાતંત્ર્ય પર્વની ભવ્‍ય ઉજવણી : જુનાગઢ જિલ્લાના વિકાસ કાર્યો માટે જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયાને રૂા.રપ લાખનો ચેક અર્પણ કર્યો : સરકારી સેવામાં ઉત્‍કૃષ્‍ટ યોગદાન આપનાર કર્મયોગીઓ અને વિશિષ્‍ટ સિદ્ધિ હાંસલ કરનાર રમતવીરોનું સન્‍માન કરાયું

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા.૧૫   રાજ્‍યના કળષિ અને જિલ્લા પ્રભારી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે ૭૮માં સ્‍વાતંત્ર્ય પર્વે જૂનાગઢની પોલીસ તાલીમ મહાવિદ્યાલયના ગ્રાઉન્‍ડ ખાતે ધ્‍વજવંદન કર્યું હતું. આ સાથે તેમણે રાષ્‍ટ્રધ્‍વજને સલામી આપી ખુલ્લી જીપમાં પરેડ નિરીક્ષણ કર્યું હતું.

મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે સ્‍વાતંત્ર્ય પર્વે પ્રજાજોગ સંબોધન કરતા નાગરિકોને સ્‍વાતંત્ર્ય દિનની શુભકામનાઓ પાઠવી હતી, આ પ્રસંગે તેમણે દેશને આઝાદી અપાવવા બલિદાન આપનાર વીર સ્‍વાતંત્ર્ય સેનાનીઓનું પુણ્‍ય સ્‍મરણ કરી શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરી હતી.

રાષ્‍ટ્રીય પર્વોની ઉજવણીમા જન-જનને જોડવાનો ઉપક્રમ વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ શરૂ કરાવ્‍યો છે. તેમની પ્રેરણાથી આઝાદી કા અમળત મહોત્‍સવ, મેરી મીટ્ટી મેરા દેશ અને હર ઘર તિરંગા જેવા અભિયાનોથી નેશન ફર્સ્‍ટૅની ભાવના જન-જનમાં પ્રબળ બની છે. હર ઘર તિરંગા અભિયાનમાં રાજ્‍યના કરોડો નાગરિકોએ ઉત્‍સાહપૂર્વક ભાગ લઈ દેશપ્રેમની ભાવના પ્રબળ કરી છે. વડાપ્રધાનશ્રીના નેતળત્‍વમાં પર્ફોર્મ, રિફોર્મ, અને ટ્રાન્‍સફોર્મના મંત્ર સાથે ભારત વિશ્વની ખૂબ ઝડપથી આગળ વધતી અર્થવ્‍યવસ્‍થા બન્‍યું છે. હવે વડાપ્રધાનશ્રીની ત્રીજી ટર્મમાં આપણે ત્રીજી મોટી આર્થિક તાકાત બનવાનું છે.

    આન,બાન અને શાન સાથે થયેલી આ રાષ્‍ટ્રીય પર્વની ઉજવણીમાં વિદ્યાર્થીઓએ દેશભક્‍તિસભર અને રંગારંગ સાંસ્‍કળતિક કાર્યક્રમો રજૂ કરીને સૌને મંત્રમુગ્‍ધ કર્યા હતા. ઉપરાંત ડોગ શો પણ રજૂ કરવામા આવ્‍યો હતો.

આ પ્રસંગે મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્‍તે વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનાર રમતવીરો અને સરકારી સેવામાં ઉત્‍કળષ્ટ યોગદાન આપનાર કર્મયોગીઓનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું.     

કાર્યક્રમના અંતે મંત્રી  રાઘવજીભાઈ પટેલ સહિતના મહાનુભાવોએ પોલીસ તાલીમ મહાવિદ્યાલયના પરિસરમાં વળક્ષારોપણ કર્યું હતું.

આ પ્રસંગે જિલ્લા કલેકટર  અનિલકુમાર રાણાવસિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુંમર, ધારાસભ્‍ય સર્વશ્રી દેવાભાઈ માલમ,  અરવિંદભાઈ લાડાણી, પૂર્વ મેયર શ્રીમતી ગીતાબેન પરમાર,  કમિશનર  ઓમ પ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારી  નીતિન સાંગવાન, આસિસ્‍ટન્‍ટ કલેકટર ઐશ્વર્યા દુબે, જિલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા, નાયબ વન સંરક્ષક શ્રી અક્ષય જોશી, નિવાસી અધિક કલેકટર એન.એફ. ચૌધરી, ડીઆરડીએ નિયામક શ્રી જાડેજા, અધિકારી ચરણસિંહ ગોહિલ, જિલ્લા ભાજપ પ્રમુખ  કિરીટભાઈ પટેલ, પૂર્વ ડેપ્‍યુટી મેયર ગીરીશભાઈ કોટેચા, સાવજ ડેરીના ચેરમેન દિનેશભાઈ ખટારીયા, ખેતી બેંકના ચેરમેન ડોલરભાઈ કોટેચા સહિતના પદાધિકારી અધિકારી વિદ્યાર્થીઓ અને મોટી સંખ્‍યામાં નગરજનો ઉપસ્‍થિત રહ્યા હતા. (તસ્‍વીરઃ મુકેશ વાઘેલા, જુનાગઢ)

(2:11 PM IST)