<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th August 2024

રાજકોટ ગેમઝોનની દુર્ઘટના બાદ જામનગરના પ્રદર્શન મેદાનમાં મેળા માટેનો સોઇલ રિપોર્ટ મેળવવાનો રાજ્‍યમાં પ્રથમ કિસ્‍સો

મશીન મનોરંજનની રાઈડ લગાવવા માટેનો ૨૦ ફૂટ ઊંડો બોર કરીને સમયાંતરે માટીના સેમ્‍પલો લેવાયાઃ રાજ્‍ય સરકારની મેળા યોજવા માટેની નવી ગાઈડલાઈન મુજબ પ્રદર્શન મેદાનમાં રાઈડ ધારકો દ્વારા કાર્યવાહી કરાઇ

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર, તા.,૧૬: રાજકોટ ગેમ ઝોનની દુર્ઘટના બાદ સમગ્ર રાજ્‍યમાં મેળાઓ યોજવા માટે જુદી જુદી ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે, અને તે ગાઇડલાઇનને અનુરૂપ મેળા યોજવા માટેના રાજ્‍ય સરકારના આદેશ બાદ ખાસ કરીને મશીન મનોરંજનની રાઈડ લગાવવા માટેનો સોઈલ બેરિંગ કેપેસિટી (એસ.બી.સી.) રિપોર્ટ મેળવવો અત્‍યંત જરૂરી હોવાથી સમગ્ર રાજ્‍યમાં સૌપ્રથમ વખત જામનગરમાં આ પ્રકારે ની કાર્યવાહી કરવામાં આવી છે, અને પ્રદર્શન ગ્રાઉન્‍ડની મધ્‍યમાં ૨૦ ફૂટ ઊંડો બોર કરીને સમયાંતરે તેની માટીના સેમ્‍પલો લઈને તજજ્ઞ આર્કિટેકટ પાસે તેનું પરીક્ષણ કરાવી રિપોર્ટ મેળવ્‍યા બાદ જ મશીનમાં મનોરંજનની રાઈડ લગાવવાની પ્રક્રિયા હાથ ધરાવામાં આવી છે, અને સરકારની નવી ગાઈડલાઈનને અનુરૂપ કાર્યવાહી ચાલી રહી છે.

 રાજકોટની ગેમઝોન દુર્ઘટના બાદ મેળાઓ યોજવા માટે રાજ્‍ય સરકાર દ્વારા નવી ગાઈડલાઈન જારી કરવામાં આવી છે, અને અનેક નિયમોમાં બદલાવ કરવામાં આવ્‍યા છે.

 પ્રદર્શન મેદાનની મધ્‍યમાં જમીનમાં ૨૦ ફૂટનો બોર કરવામાં આવ્‍યો છે, અને તે બોર કરતી વખતે દર દોઢ મીટરે માટીના સેમ્‍પલ એકત્ર કરીને  જુદા જુદા છ જેટલા સેમ્‍પલો લેવાયા છે, જે સેમ્‍પલો લીધા બાદ જામનગરના સિવિલ અને મિકેનિકલ ચાર્ટર એન્‍જિનિયર એવા તેજશ ઝાલા કે જેઓ દ્વારા આ  પ્રકારની ખાસ લેબોરેટરી ચલાવવામાં આવે છે. તે લેબમાં સમગ્ર માટીના સેમ્‍પલો લઈને તેનું પરીક્ષણ કરવામાં આવ્‍યું છે. જેના રિપોર્ટ આવ્‍યા બાદ મશીન મશીન મનોરંજન ની રાઈડ લગાવવાની પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી રહી છે, અને રાજ્‍ય સરકારના નવા નિયમોની ચુસ્‍ત પણે જામનગરના પ્રદર્શન મેદાનમાં યોજાયેલા શ્રાવણી મેળામાં તેમના સંચાલકો શબ્‍બીરભાઈ અખાણી, નિલેશભાઈ મંગે તથા અન્‍ય રાઇડ ધારકો દ્વારા અમલવારી થઈ રહી છે.

(2:20 PM IST)