News of Friday, 16th August 2024
જામનગરમાં ગ્રાહકોનાં ૩૭.૮૪ લાખ લઇને વેપારી રફુચક્કર
ગ્રાહકો દ્વારા વેપારી મનીષ ચંદુલાલ નાંધા સામે ફરીયાદ : હપ્તે સોનાના દાગીના બનાવી આપતો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૧૬ : જામનગરના સોની વેપારી મનીષ નાંઢા અલગ-અલગ ગ્રાહકોના રૂા. ૩૭.૮૪ લાખ ઓળવી નાશી જતા પોલીસ ફરીયાદ થઇ છે.
અહીં સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં સુનિતાબેન અશોકભાઈ ખીમજીભાઈ ગેડીયા, ઉ.વ.૩પ, રે. હનુમાન ટેકરી, ખુલ્લા રેલ્વે ફાટક પાસે, રામાપીરનું મંદિરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૮-૧-ર૦ર૩ થી તા.૩૦-૬-ર૦ર૪ દરમ્યાન આરોપી મનીષ ચંદુલાલ નાંઢા ઓ સોનીની દુકાન ધરાવતા હોય અને ગ્રાહકોને હપ્તેથી સોનુ બનાવી આપતા હોય તેમજ જુના સોના માંથી નવા સોનાના દાગીના બનાવી આપતા હોય તેમજ સોનુ રીપેરીંગ કરતા હોય જેથી આ કામના ફરીયાદી સુનીતાબેન અને ભોગબનનાર માણસો પૈકી ફરીયાદી સુનીતાબેન એ આરોપી મનીષભાઈની દુકાને બે તોલાનો સોનાનો સેટ કિંમત રૂ.૧,૩૭,૯૦૦/- નો હપ્તે બનાવેલ અને આ સેટમાં હોલ માર્ક ન હોય જેથી હોલ માર્ક કરાવવા જમા કરાવેલ તેમજ સાહેદ કંકુબેન એ સોનાના દાગીના બનાવા સારૂ કટકે - કટકે રૂ.૬,ર૦,૦૦૦/- જમા કરાવેલ હતા અને સાહેદ લાખુબેન એ સોનાના દાગીના બનાવવા સારૂ કટકે કટકે પ૦,૦૦૦/- અને ૧તોલાના સોનાનો ચેઈન તથા અડધા તોલાની સોનાની બુટી જમા કરાવી કુલ રૂ.૧,ર૦,૦૦૦/- નો માલ જમા કરાવેલ હતો અને સાહેદ ઉર્મીલાબેન એ સોનાના નવા દાગીના બનાવવા સારૂ બે તોલાનો સોનાનો ચેઈન કિંમત રૂ.૮૦,૦૦૦/- તથા રોકડા રૂ.૮૦,૦૦૦/- મળી કુલ રૂ.૧,૬૦,૦૦૦/- તથા સાહેદ નયનાબા શકિતસિંહ દાનુભા ગોહિલ એ સોનાની બંગડી નંગ-૪.પ(પાંચ તોલા) કિંમત રૂ.ર,પ૦,૦૦૦/- તથા સોનાના પાટલા ર.પ ગ્રામ ના આશરે કિંમત રૂ.૧,૦૦,૦૦૦/- તથા સોનાની બુટી ૧ તોલાની કિંમત પ૦,૦૦૦/- તથા ૬ તોલાનું સોનાનું બીસ્કીટ કિંમત રૂ.૩,૦૦,૦૦૦/- તથા ૧ તોલાની સોનાની વિંટી કિંમત રૂ.૪૦,૦૦૦/- તથા નવું સોનુ બનાવવા સારૂ રોકડા રૂ.૯,૦૦,૦૦૦/- રોકડા અને સોનું મળી કુલ રૂ.૧,૬૪,૦૦૦/- ના આપેલા હતા. તથા સાહેદ જયેશભાઈ સામતભાઈ એ સોનાની મગમાળા બે તોલાની કિંમત રૂ.૧,ર૦,૦૦૦/- સોનાની સર કરાવવા સારૂ રૂ.૩૦,૦૦૦/- જમા કરાવેલ અને સાહેદ વિનોદભાઈ ઉકાભાઈએ સોનાના દાગીના બનાવવા સારૂ રૂ.૩,૭૦,૦૦૦/- જમા કરાવેલ અને સાહેદ હિરેનભાઈ ગોવિંદભાઈ એ સોનાના દાગીના બનાવવા સારૂ૧,પ૦,૦૦૦/- જમા કરાવેલ અને સાહેદ જીતેશભાઈએ સોનુ બનાવવાની મજુરી કરતા હોય તેણે પ ગ્રામના સોનાના દાણા કિંમત રૂ.૩૯૭પ૦/- બનાવી આપેલ હોય તેના બદલામા બીજુ સોનું આપવાનું હતુ તેમજ સાહેદ હંસાબેન ગાંડુભાઈ મકવાણા એ પ તોલા સોનાની હાંસડી કિંમત રૂ.ર૦,૦૦૦/- ની આપેલ હતી તેના બદલામાં નવા સોના-ચાંદીના દાગીના બનાવી દેવાના હતા તે આપેલ નથી તેમજ સાહેદ બીનાબેન હરગોવિંદભાઈ સોલંકીએ સોનાના ચેઈન બનાવવા સારૂ રૂ.પ૦,૦૦૦/- આપેલ હતા તથા સાહેદ વિજયસિંહ ચંદુભા જાડેજા એ સોનાની લકકી ર.પ અઢી તોલા ની કિંમત રૂ.૮૦,૦૦૦/- તથા સોનાની નખ આશરે કિંમત રૂ.૧ર૦૦૦/- નો અને રોકડા પપ૦૦૦/- મળી કુલ મુદામાલ રૂ.૧૪૭૦૦૦/- આમ ઉપરોકત ફરીયાદ સુનીતાબેન તથા સાહેદોનું જુનુ સોનુ તથા નવુ સોનુ બનાવવા આપેલ રૂપિયા મળી કુલ રૂ.૩૭,૮૪,૬પ૦/- સોનાના દાગીના પરત આપ્યા વગર દુકાન બંધ કરી નાશી જઈ ફરીયાદી સુનીતાબેન તથા સાહેદો સાથે છેતરપીંડી અને વિશ્વાસઘાત કરી ગુનો કરેલ છે.
(2:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
