News of Friday, 16th August 2024
કચ્છના આદિપુરમાં નર્મદા કેનાલમાં નહાવા પડેલા બે પિતરાઈ ભાઈઓના મોત
સાઇકલ ઉપર ફરવા નીકળ્યા બાદ ન્હાવા માટેનું મન થતા બન્ને ભાઈઓને ક્યાં ખબર હતી કે આ ડૂબકી મોતની ડૂબકી સાબિત થશે

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૬ : સાઇકલ ઉપર ફરવા નીકળ્યા બાદ ન્હાવા માટેનું મન બનાવનાર બે સગીર વયના પિતરાઈ ભાઈઓ ને ક્યાં ખબર હતી કે આ ડૂબકી મોતની ડૂબકી સાબિત થશે. આદિપુરના ફરહાન અને અમન નામના ૧૭ તેમજ ૧૪ વર્ષીય પિતરાઈ ભાઈઓના અરેરાટી ભર્યા મોત નીપજ્યા હતા. ભારે શોધખોળ બાદ બંનેના મૃતદેહો મળી આવ્યા હતા. બબ્બે સગીર બાળકોના મોતને પગલે સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
(2:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
