<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th August 2024

ગોંડલ સંઘાણી સંપ્રદાયના ૫૯ વર્ષીય દીક્ષા પયાર્યધારી પૂ.મહાસતીજીનો ગઇકાલે સંથારો સીઝી ગયેલ

પૂ.ચંદ્રિકાબાઇ મ.સ.ની પાલખીયાત્રામાં વિશાળ સંખ્‍યામાં જૈન-જૈનતરો જોડાયા : ગુણાનુવાદ સંપન્‍ન

રાજકોટ, તા.૧૬: ગોંડલ સંઘાણી સં-દાયના બા.બ્ર. જયા-વિજ્‍યાબાઈ મહાસતીજીના આજ્ઞાનુંવર્તિ ૫૯ વર્ષના દિક્ષા પર્યાયધારી પરમ પૂજ્‍ય ચંદ્રિકાબાઈ મહાસતીજીએ તા.૧૫ને ગુરૂવારે સ્‍વાધ્‍યાય પ્રેમી પરમ પૂજ્‍ય શ્રી પંથકમુનિ મહારાજ સાહેબના શ્રી મુખેથી સંયમવરિષ્ઠા બાલબ્રહ્મચારી ઉષાબાઈ મહાસતીજી આદિ ઠાણા-૩૦ તથા સંપ્રદાય પ્રમુખ  અશોકભાઈ કોઠારી, મંત્રી કમલેશભાઈ સંઘાણી તથા શ્રાવક શ્રાવિકાઓની હાજરીમાં બપોરે ૧ કલાકે નમસ્‍કાર મહામંત્ર તથા માંગલિકના શ્રવણ સાથે સંથારાના પચ્‍ચખાણ  કરી સંથારો ગ્રહણ કરેલ.

પુ. પંથકમુની મહારાજ તથા સંઘાણી સંપ્રદાયના બા. બ્ર. ઉષાબાઈ મહા. આદિ ઠાણા ૩૦ ની નિશ્રામાં નવકાર મહામંત્ર તથા લોગ્‍ગસ્‍સના શ્રવણ  સાથે બપોરે ૪.૧૫ કલાકે સંથારો સિઝીને સમાધિ મરણ પામેલ અને સંપ્રદાય પ્રમુખ અશોકભાઇએ સંત સતીજીઓ સાથે વિચાર વિર્મશ કરીને સાંજે ૬-૩૦ કલાકે પાલખીયાત્રાનું નક્કી કરેલ અને ત્‍યારબાદ ગોંડલના પાંચેય સંઘના શ્રાવક, શ્રાવિકાઓ રાજકોટ, મોરબીના ભાવિકો, તથા સંઘાણી કુટુંબના મહાનુભાવો તેમજ બા.બ્ર. ચંદ્રિકાબાઈ મહા.ના પરિવારના સદસ્‍યો સ્‍વામીના દર્શનાર્થે પધારેલ.

ગુરુવર્યોની હાજરીમાં અશોકભાઇએ ચાર કળશ જ્ઞાન, દર્શન, ચરિત્ર, તપ તેમજ પાંચમા કળશ મોક્ષ એમ પાંચેય કળશની ઉછામણી કરાવેલ જેમનો લાભ અનુક્રમે જીજ્ઞેશભાઇ અંબાદતભાઈ શુક્‍લ, બા. બ્ર. ચંદ્રિકાબાઈ મહા.નો પરિવાર, કમલબેન મુકુંદભાઈ પારેખ, ચીમનલાલ અમળતલાલ સંઘાણી તેમજ મોક્ષનો કળશ મયુરીબેન રાજેશભાઈ શાહએ લીધેલ ત્‍યારબાદ ગોંડલ સંઘાણી સંઘના કારોબારી મેમ્‍બરોએ શાલ  ઓઢાડેલ, તેમજ નવાગઢ સંઘ, મૂર્તિપૂજક જૈન સંઘ, રાજકોટ સંઘાણી સ્‍થા. જૈન સંઘ, સંઘાણી કુટુંબ, તેમજ સ્‍વામીના પરિવારે પણ શાલ ઓઢાડેલ અને ત્‍યારબાદ જય જય ભદા, જય જય નંદાના નાદ સાથે વિશાળભાવિકો સાથે પાલખી યાત્રા મુક્‍તેશ્વર ધામ પહોંચી અને તેમના પરિવારના સભ્‍યોએ અગ્નિદાહ આપેલ.

પૂ.શ્રીની ગુણાનુવાદ સભા આજે તા.૧૬ને ગુરુવારે દાદા ડુંગર ગુરુ ઉપાશ્રયે સવારે ૯.૩૦ કલાકે યોજાઇ હતી. તેમ  સંઘાણી સંપ્રદાય પ્રમુખ અશોકભાઈ કોઠારી (મો. ૯૯૭૮૯૫૦૯૨૩)ની યાદી જણાવે છે.

(3:23 PM IST)