News of Friday, 16th August 2024
કલકત્તામાં જુનિયર તબિયત પર રેપ અને હત્યાના વિરોધમાં ભાજપના મહિલા મોરચા દ્વારા જામનગરમાં મૌન કેન્ડલ માર્ચ
ધારાસભ્ય રિવાબા જાડેજાની આગેવાનીમાં ભાજપના મહિલા મોરચા દ્વારા કેન્ડલ સાથે શહેરના વિવિધ રસ્તા પર રેલી નીકળી

જામનગર : પશ્ચિમ બંગાળમાં આવેલ કલકત્તામાં જુનિયર તબિયત પર થયેલી રેપ અને હત્યાની ઘટનાને લઈને ભાજપના મહિલા મોરચા દ્વારા જામનગરમાં મૌન કેન્ડલ માર્ચ યોજી વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. મહિલા મુખ્યમંત્રી મમતા બેનરજીના શાસનમાં આવી ઘટનાઓને લઈને મહિલાઓની સુરક્ષા સામે જ્યારે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે ત્યારે પીડિત પરિવારને ન્યાય મળે તેવી માગણી સાથે ધારાસભ્ય રિવાબા જાડેજાની આગેવાનીમાં ભાજપના મહિલા મોરચા દ્વારા કેન્ડલ સાથે શહેરના વિવિધ રસ્તા પર રેલી નીકળી હતી અને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે.(તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)
(8:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
