<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th August 2024

કોલકતાની ઘટનાના વિરોધમાં મોરબીમાં તબીબોની કેન્ડલ માર્ચ.

મેડિકલ કોલેજમાં તબીબો અને મેડિકલના છાત્રોએ કેન્ડલ માર્ચ યોજીને વિરોધ નોંધાવ્યો

મોરબી : કોલકતામાં મહિલા ડોકટર ઉપર બળાત્કાર અને હત્યાના બનાવના દેશભરમાં પડઘા પડ્યા છે. આ મામલે મોરબીના તબીબો આવતીકાલે હડતાલ પણ પાડવાના છે. જેના અનુસંધાને આજે મેડિકલ કોલેજમાં તબીબો અને મેડિકલના છાત્રોએ કેન્ડલ માર્ચ યોજીને વિરોધ નોંધાવ્યો છે.

(8:52 PM IST)