<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th August 2024

મોરબીમાં જિલ્લા કક્ષાના ૧૫ ઓગસ્‍ટના કાર્યક્રમમાં ગેરહાજર છ અધિકારીઓને નોટિસ

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી,તા. ૧૭: મોરબી જિલ્લા કક્ષાના ૧૫ ઓગસ્‍ટ ૨૦૨૪ના કાર્યક્રમમાં મોરબીમાં સમાવિષ્ટ તમામ કચેરીના અધિકારી/કર્મચારીને કાર્યક્રમમાં ફરજિયાત હાજર રહેવા સૂચના આપવામાં આવી હતી. તેમ છતાં જિલ્લાના (૧) જિલ્લા રજીસ્‍ટાર મોરબી, (૨) કાર્યપાલક ઈજનેર સૌરાષ્‍ટ્ર શાખા નહેર, ડિવિઝન ૬/૧, મોરબી, (૩) કાર્યપાલક ઇજનેર સૌરાષ્‍ટ્ર શાખા નહેર, ડિવિઝન ૫/૨ ધ્રાંગધ્રા કેનાલ, મોરબી, (૪) કાર્યપાલ ઇજનેર સિંચાઈ (સ્‍ટેટ), મોરબી, (૫) બંદર અધિકારી, ગુજરાત મેરીટાઇમ બોર્ડ મોરબી, (૬) મત્‍સ્‍યોદ્યોગ અધિકારી મોરબી  કાર્યક્રમમાં ગેરહાજર રહેતા તેઓને જિલ્લા કલેકટર કે.બી.ઝવેરી દ્વારા નોટિસ આપી કયા કારણોસર જાણ કર્યા વગર ગેરહાજર રહયા છે તેનો ખુલાસો પૂછવામાં આવ્‍યો છે.

(10:40 AM IST)