<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th August 2024

માનસીક બિમાર યુવતિનો મૃતદેહ ભાવનગરના બોર તળાવમાંથી મળ્‍યો

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૧૬: ભાવનગર શહેરના બોર તળાવમાંથી એક યુવતીનો મળતદેહ મળી આવતા પોલીસ અને ફાયર બ્રિગેડનો સ્‍ટાફ ઘટના સ્‍થળે દોડી ગયો હતો. સ્‍ટાફે મળતદેહને તળાવમાંથી બહાર કાઢીપોલીસને સોંપતા પોલીસે મળતદેહનો કબ્‍જો લઈ તેને પોસ્‍ટ મોર્ટમ માટે સર.ટી. હોસ્‍પિટલમાંખસેડી મળતકની ઓળખ વિધિ સહિતની કાર્યવાહી હાથ ધરતા મળતક યુવતી શહેરના રૂવાપરી રોડ પરના મોમીનવાડમાં રહેતી અફસાનાબેન અબ્‍દુલ ગફાર મોમીન(ઉ. વ.૨૬)નો હોવાનું ખુલતા પોલીસે તપાસ હાથ ધરી છે. મળતક અફસાનાબેન ગઈકાલે પોતાના ઘરેથી કોઈને કહ્યાવીના નીકળી ગઈ હોવાનું તેમજ તેને કેટલાક સમયથી માનસિક બીમારી હોવાનું જાણવા મળ્‍યું છે.

(10:41 AM IST)