<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th August 2024

ચોટીલાનાં ગેસ્‍ટહાઉસમાં સાવરકુંડલાના શિવ ભક્‍ત ડોક્‍ટરે ફાસો ખાઈ મોતને ભેટયાં

વ્‍યસનના છુટયાં એટલે દુનિયા છોડયાનો પાચ પેઇઝનાં અંતિમ પત્રમાં ઉલ્લેખઃ આત્‍મહત્‍યાનું કારણ સોધવા સ્‍યુસાઇડ નોટનો અભ્‍યાસ અને પરિજનો ની પુછપરછ કરાશેઃ ચોટીલા પોલીસ

આત્‍મઘાત કરનાર ડોક્‍ટરની ફાઇલ તસવીર, ખાનગી ગેસ્‍ટહાઉસમાં તપાસ અને દોડી આવેલ સગા-વહાલા તસવીર - હેમલ શાહ

(જીજ્ઞેશ શાહ દ્વારા) ચોટીલા તા.૧૭: શ્રાવણ માસ અને સ્‍વાતંત્ર્ય પર્વની વહેલી સવારે ચોટીલાનાં ખાનગી ગેસ્‍ટ હાઉસમાં ઉતરેલા સાવરકુંડલાનાં શિવ ભક્‍ત તબીબ એ આત્‍મઘાત કરી લેતા ચકચાર જગાવી છે.

૧૪ મી ઓગસ્‍ટની પૂર્વ સંધ્‍યાએ ચોટીલા હાઇવે ઉપરનાં એક ખાનગી ગેસ્‍ટ હાઉસના રૂમમાં ઉતરેલા યાત્રીકને સવારે જગાડવાનાં સમયે દરવાજોના ખોલતા બીજી ચાવીથી રૂમને ખોલતા યાત્રિક ઓછાડને ફાડી પંખે લટકતી હાલતમાં જોવા મળતા ગેસ્‍ટ હાઉસનો સ્‍ટાફ અવાચક બની ગયેલ હતો અને રૂમમાં લટકતી હાલત તેમજ ટીંગાડેલ દવાનો બાટલો પણ ચડાવેલો હોવાનું જોવા મળતા પોલીસને જાણ કરતા ઘટના સ્‍થળે પહોંચી હતી.

સ્‍થળ ઉપરથી પોલીસે થેલાની તલાસી લેતા માતાજીની ચુંદડી, પ્રસાદ, સિગારેટનાં પાકિટ, સહિતની ચીજવસ્‍તુઓ મળી આવી હતી.ᅠᅠ

પ્રાપ્ત માહિતી મુજબ આત્‍મઘાતી પગલું ભરનાર સાવરકુંડલા ખાતે જેસર રોડ ઉપર સંજીવની ક્‍લિનિક વાળા જે. જે. ઊનાવા ઉર્ફે જોસ, જયસુખ ભાઇ હોવાનું ખુલતા પરિવારજનોને જાણ કરતા સગા સંબંધી ચોટીલા દોડી આવ્‍યા હતા

આત્‍મઘાત કરતા ચોટીલા ડુંગર ઉપર માતાજીનાં અંતિમ દર્શન કર્યા હતા અને માતાજીની તસવીર શોશ્‍યલ મિડીયામાં અપડેટ કરી પરિવારજનો મિત્રો સહિતનાને ડીસ્‍ક્રીપ્‍શન પેપરમાં પાચ પેઇઝની સુસાઇડનોટનો અંતિમ પત્ર લખી અને જીવન ટૂંકાવી લીધું હતું.

કંડલા ખાતે નામના ધરાવતા ૪૩ વર્ષિય તબીબે આત્‍મઘાત કરી લેતા પત્‍ની એ પતિ અને બે પુત્રો એ પિતાની છત્રછાયા ગુમાવી હતી પોલીસે મરણજનાર આ પગલા અંગે કાર્યવાહી કરી તપાસ હાથ ધરેલ છે.

તબીબને શાનું વ્‍યસન હતું તે રહસ્‍ય ઉકેલવાનો પ્રયાસ થશે

ખુબજ સાલસ અને ભક્‍તિ ભાવ વાળો સ્‍વભાવ ધરાવતા તબીબની આત્‍મહત્‍યાનાં પગલે અનેક તર્ક વિતર્કો સર્જાયા છે અને ના માનવામાં આવે તેવું પગલું ક્‍યાં કારણોસર ભર્યું તે જાણવા સ્‍યુસાઇડ નોટ અને પરિવાર અને પરિચિતોની પુછતાછ તપાસ દરમ્‍યાન કરાશે તેમ પોલીસ સૂત્રોએ જણાવ્‍યું છે.હદયદ્રાવક અંતિમપત્રનો મનોવૈજ્ઞાનિક અભ્‍યાસ જરૂરી જણાય છે.

હવે આરામથી સુવું છે, તમારા કોઈનો વાંક નથીᅠ

પુજય પપ્‍પા

માફ કરશો

હું થાકી ગયો છું. ઘણા દિવસોથી ૨ વર્ષ થી હું બરાબર સુતો નથી. હવે આરામથી સુવું છે. તમારા, કોઈનો કોઈ વાંક નથી. બસ હું સાવ થાકી ગયો છું. મે કોઈનું કાંઈ બગાડયું નથી, ભુલથી બગડી ગયું હોય તો માફ કરશો. અને મારૂ, કોઈએ કાંઈ બગગડયું નથી. હું કોઈનો દોષ નથી કાઢતો હું મારી જવાબદારીથી ભાગી રહ્યો છું એ માટે બધા માફ કરશો. મારા બધા સગા-વહાલા, મિત્રો, દર્દીઓ ભુલચુક માફ કરજો

તમે બધાનું ધ્‍યાન રાખજો, ભાઇને છેલ્લી ભલામણᅠ

જય માતાજી-મહાદેવ

હસુભાઈ- તમે બધાનું ઘ્‍યાન રાખજો તમે સૌથી મોટા છે!. હું મારુ, વ્‍યસન છોડી નથી શકતો તમે તો છેડી દેજો. નિકાનું ધ્‍યાન રાખજો.

રાજુ વિજય - કેનીલ સ્‍વાધીનનું ધ્‍યાન રાખજો કેનીલ આગળ ના ભણે તો હિરા માં લઈ લેજે કે પછી કોઈ સારો ધંધો ગોતી આપજે. નિકાનું ધ્‍યાન રાખજે હવે એજ ઘર ચલાવશે. એ ધંધામાં કાચો છે.

દલપત સાહેબ - મારા પપ્‍પાની તળીયત અને સ્‍વાધીનનું ધ્‍યાન રાખજો.

વિશાલ ગોંડાલી અને મહેશબાપુ મારા રોકાણનું મારા છોકરાઓને સારૂ વળતર અપાવશો.

વ્‍યસન થી દૂર રહેજો પરિવારનું ધ્‍યાન રાખવાનો સમાજને અંતિમ સંદેશો

મારા કોળી સમાજને ઇનામ વિતરણ નજદિક આવે છે. એ બંધ ના રાખતા સારો ઉજવશો અને સમાજના દિકરી દિકરાને મારો સંદેશો ઙ્ક વ્‍યસનથી દુર રહેજો અને પરિવારનું ધ્‍યાન રાખજો.

સમાજનાં જે ભાગલા થયા છે એ માટે માફી માંગું છું, એ બધું ભુલીને બધા એક થઇ જાવ. બધા સાથે હળીમળીને રહો. કુટુંબના ઝગડા ભુલી જાવ અને સંપ થી રહો એવી બધાને બે હાથ જોડી પ્રાર્થના.

રડતા નહીં નહીં તો મારા આત્‍માને શાંતિ નહીં મળે..!ᅠ

બા-પપ્‍પા,

લા-પપ્‍પા, નિકુ, હસુભાઈ, હર્ષ, ભારતી, કૈલાસ, સુરભી, ધાર્મી, કેન્‍ડીલ, સ્‍વાધીન, પર્વ, કાનો... તમે કોઇ દુઃખી ના થતા, રડતા નહીં, નહીં તો મારી આત્‍માને શાંતિ નહીં મળે. મારી કોઇ ભુલ નથી બસ હવે મને મુક્‍તિ આપો.

મને હસતા મુખે યાદ કરજો, દુઃખી થઈને નહીં અને વાડી વેચતા નહીં કે મકાન, સાવરકુંડલા જ રેજો, વાડીમાં નિકુલ અને કેનીલનો ભાગ રહેશે, કાનો મોટો થાય તો એની જવાબદારી નીકૂ અને કેનીલ ની, મારા ઘરની દુકાન બેય દુકાન નિકાની ને હસુભાઇની છે.

હું ખુશ છું અને હસતા હસતા જાવ છું. કોઇ ચિંતા ના કરતા સોરી...

માફ કરી દેજો... પ્‍લીઝ પ્‍લીઝ પ્‍લીઝ...

વ્‍યસન ના છુંટી શક્‍યાં એટલે દુનિયા છોડું છું!ᅠ

આઇ એમ રીયલી સોરી હર્સુ એન્‍ડ ફ્રેન્‍ડ્‍સ...

કેદારનાથ બાબા તથા દાદાબાપુ

મારાથી વ્‍યસન ના છુટી શક્‍યા એટલે હું જ દુનિયા છોડું છું. માફ કરશો.

(10:41 AM IST)