<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th August 2024

વિભાજન વિભીષીકા સ્‍મરણ દિન : ભાગલા વખતે બનેલી ઘટનામાંથી શીખ લઇ નવા રાષ્‍ટ્રનું નિર્માણ કરીએ : રાજુભાઈ

ખંભાળીયામાં વિભાજન વિભીષીકા દિને શ્રધ્‍ધાંજલી કાર્યક્રમ : પંડીત નહેરૂની બેદરકારીના લીધે દેશને ભયંકર વિભાજનની ખાઇમાં ધકેલી દીધો હતોઃ રાજુભાઇ ધ્રુવનું જોમવંતુ ઉદ્દબોધન

રાજકોટઃ દેવભૂમિ દ્વારકા જિલ્લા ના ખંભાળિયા ખાતે રાજુભાઇ ધ્રુવ દ્વારા વિભાજન વિભીષીકા દિને  દેશ ના વિભાજન ના રક્‍તરંજીત ઇતિહાસને  શ્રદ્ધાંજલિ અને પીડિતો શહીદો ને નમન. નામક એક કાર્યક્રમ યોજાઇ ગયો. આ અંતર્ગત સૌરાષ્‍ટ્ર - કચ્‍છ પ્રવકતા રાજુભાઇ ધ્રુવએ જણાવ્‍યું હતુ કે ૧૫મી ઓગસ્‍ટે સમગ્ર ભારત દેશ પોતાનો ૭૮મો સ્‍વાતંત્ર્ય દિવસ ઉજવ્‍યો.૧૫મી ઓગસ્‍ટ અને૨૬મી જાન્‍યુઆરીની રોશની અને ભભકાથી ચકાચોન્‍ધ ભવ્‍યાતિભવ્‍ય ઉજવણી આનંદ અને ઉત્‍સાહ ઉમંગ સાથે કરતી વેળાએ આપણે આઝાદી પ્રાપ્ત કરતી વેળાએ લાખો નિર્દોષ લોકો ગુમાવેલા પ્રાણ અને બેઘર બનેલા કરોડો લોકોની પીડા અને યાતના સાથે તેમના ઉપર ગુજારવા માં આવેલ અત્‍યાચાર ને આપણે ભૂલી જઈએ છીએ. આઝાદી પછીના  આ ૭૭ વર્ષમાં ભારતે અનેક ઉતાર-ચડાવ જોયા છે. આજે ભારત વિશ્વમાં વસ્‍તીની દૃષ્ટિએ સૌથી મોટી લોકશાહી તરીકે ઉભરી આવ્‍યું છે. આ સ્‍વતંત્રતાના પાયામાં આપણા સ્‍વાતંત્ર્યસેનાનીઓના બલિદાનો તો છે જ, પરંતુ સાથે સાથે વિભાજનની વેદનાદાયક અને લોહિયાળ ત્રાસદીમાં લાખો નિર્દોષ લોકોના ગુમાવેલા પ્રાણ અને આંસુ સાથેની વેદના-યાતના પણ છે જેને આપણે કદી ભૂલી શકીએ નહીં.

ભારતના વિભાજનની વિભીષિકા આપણા દેશના ઇતિહાસનું એક કાળું પ્રકરણ છે. ૧૯૪૭ માં જ્‍યારે આપણો દેશ સ્‍વતંત્ર થયો, ત્‍યારે સાથે સાથે આઝાદીની  એક મોટી કિંમત ચૂકવવી પડી - કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલ ધર્મના આધારે દેશનું વિભાજન. આ વિભાજન માત્ર ભૌગોલિક નહોતું, પરંતુ તેણે માનવીય સંવેદનાઓ અને લોકોના  હર્યાભર્યા  સુખી  જીવનને પણ વિખેરી નાખ્‍યું હતું.

ઘણા બધા પ્રજાલક્ષી રાજનૈતિક નિર્ણયો લેવાનો નૈતિક અધિકાર પં. નેહરુની વચગાળાની સરકાર પાસે ન હતો, કારણ કે એ સમયે માત્ર ૨૬ % લોકો જ મતદાન કરી શકતા હતા, તે છતાં વહેલા ભાગલા પાડવા નો  પં.નહેરુએ  નિર્ણય લઈ લીધો. ભારતની લોકશાહી, કે જે હજું તો જનમાનસમાં ઘડાઈ રહી હતી, એવી ગર્ભસ્‍થ લોકશાહીની પીઠ પર આપખુદશાહીનો આ હતો પહેલો પ્રહાર!

નેહરુની આ બેદરકારી અને ઉતાવળિયા નિર્ણયે દેશને ભયંકર વિનાશકારી વિભાજનની ખાઈમાં ધકેલી દીધો. જો તે સમયે સરદાર વલ્લભભાઈ પટેલ જેવા દૂરંદેશી લોખંડી અને નિર્ણાયક નેતા વડાપ્રધાન બન્‍યા હોત, તો કદાચ આ વિભાજનની વિભીષિકા આપણા ઇતિહાસમાં ન હોત. પરંતુ પં નેહરુની એકાધિકારવાદી આપખુદશાહી ભરેલી  સત્તાલાલસા અને ગાંધીજીના બિનલોકતાંત્રિક વલણ અને પં. નહેરુ ને વડાપ્રધાન બનાવવાના  જીદી પક્ષપાતે સરદાર પટેલને  વડાપ્રધાન બનતા રોકયા હતા.

વિભાજનની ઘોષણા થતાં જ ભારત પર જાણે હિંસાનો જ્‍વાળામુખી વરસી પડ્‍યો. લાહોરથી અમળતસર આવેલી  એક્‍સપ્રેસ ટ્રેનો  સેંકડો મળતદેહો સાથે આવી હતી .એ સમયે જોયેલા  દૃશ્‍યો જે આજે પણ મોટી ઉમર ના હયાત લોકોને કંપાવી દે છે. કરોડો  લોકો વિસ્‍થાપિત થયા.

હાલ બાંગ્‍લાદેશમાં જે કત્‍લેઆમ અને હાલાકી વર્તાઈ રહી છે એ આપણને ૧૯૪૭ની વિભાજનની વિભીક્ષિકાની જ યાદ અપાવે છે.

એક બાજું વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની દૂરંદેશીભરી  નીતિઓ અને મજબૂત નેતળત્‍વ આપણા દેશને નવી ઊંચાઈઓ તરફ લઈ જઈ રહ્યા છે, પ્રામાણિક પારદર્શી શાસન હેઠળ, આપણે એક મજબૂત, સુરક્ષિત અને સમળદ્ધ ભારત બનવા તરફ આગળ વધી રહ્યા છીએ. મોદીજીના નેતળત્‍વમાં, આપણે વિભાજનના ઘાવ રૂઝવી રહ્યા છીએ અને સરદાર સાહેબને પુષ્‍પાંજલીના ભાગરૂપે એક એકતાબદ્ધ રાષ્‍ટ્ર પણ બનાવી રહ્યા છીએ. તેમ શ્રી રાજુભાઇ ધ્રુવએ જણાવ્‍યુ હતું.

દરમિયાન દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા ખાતે જિલ્લા ભાજપ  પ્રમુખ શ્રી મયુરભાઈ ગઢવી,મહામંત્રીશ્રીઓ યુવરાજસિંહ વાઢેર, રસિકભાઈ નકુમ, ભરતભાઈ વિ.ની ઉપસ્‍થિતિમાં ભાજપ પ્રવક્‍તા અને કાર્યક્રમના વક્‍તા મુખ્‍ય મહેમાન શ્રી રાજુભાઇ ધ્રુવે  વિભાજન ઉપર પ્રદર્શન નિહાળ્‍યું હતું,વિભાજન વિભીષીકા ઉપર વિસ્‍તળત છણાવટ સાથે  પીડિતોની સંવેદનાઓ વ્‍યક્‍ત કરતું  પ્રવચન કરી વિભાજન વેળાની પીડાને વાચા આપી હતી. કાર્યક્રમના સમાપનમાં મશાલ સરઘસનો પ્રારંભ કરાવ્‍યો હતો.

(10:45 AM IST)