<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th August 2024

પોરબંદર જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા મૌન રેલીઃ લેડી ડોકટર ઉપર બળાત્‍કાર અને હત્‍યાને વખોડી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર,તા. ૧૭: પヘમિ બંગાળમાં મહિલા ડોકટર ઉપર બળાત્‍કાર ગુજારીને તેની હત્‍યાના બનાવને જિલ્લા ભાજપ મહિલા મોરચાએ વખોડીને આ બનાવના વિરોધમાં મૌન રેલી કાઢી હતી.

જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા પヘમિ બંગાળમાં મહિલા ડોક્‍ટર પર બળાત્‍કાર અને હત્‍યાની નિંદા કરવા માટે મૌન રેલી તથા કેન્‍ડલ માર્ચ રેલી યોજવામાં આવી હતી. આર.જી.કર. મેડિકલ  કોલેજ અને  હોસ્‍પિટલ, કોલકત્તામાં એક મહિલા ડોક્‍ટર પર ક્રૂર બળાત્‍કાર અને હત્‍યાની તાજેતરની ઘટના બની. આ ધિક્કારપાત્ર કળત્‍ય પヘમિ બંગાળમાં મહિલાઓની સુરક્ષાની ગંભીર બેદરકારીને  પ્રકાશિત કરે છે તો આ ઘટના માટે તાત્‍કાલિક કાર્યવાહીની માંગ ભાજપના મહિલા અગ્રણીએ કરી હતી.

મહિલાઓની સુરક્ષામાં તેની બેદરકારી અને નિષ્‍ક્રિયતા માટે આપણે પ.બંગાળ રાજ્‍ય સરકારને જવાબદાર ઠેરવવી પડશે. હવે સમય આવી ગયો છે કે આ નિષ્‍ફળતા માટે વહીવટીતંત્રને જવાબદાર ઠેરવવું જોઈએ , અને આરોપીઓને ફાસી આપે એવી મહિલા ઓની આતસ ભરી માગણીઓ કરવામાં આવી હતી. મૌન રેલી તથા કેન્‍ડલ માર્ચમાં  જિલ્લા ભાજપ મહિલા મોરચાના અધ્‍યક્ષ મિતાબેન હિંમતલાલ થાનકી, નગરપાલિકા પ્રમુખ ચેતનાબેન તીવારી, મહિલા મોરચાના મહામંત્રી સવિતાબેન કુહાડા, શહેર પ્રમુખ ભારતીબેન ચામડીયા, કિર્તિબેન પુરોહિત, ભાજપના સંગઠનના અગ્રણી નિમિષાબેન જોષી, મિનલબેન બલભદ્ર,નગરપાલિકાના સભ્‍ય લીલાબેન મોતીવરસ, સરોજબેન કક્કડ, લાભુબેન મકવાણા,ખ્‍યાતિબેન લોઢારી,ઉર્મિલાબેન, જયોતિબેન આસોડીયા, હંસાબેન તુબડીયા વગેરે બહોળી સંખ્‍યામાં બહેનો ઉપસ્‍થિત રહીને તથા આક્રોશ વ્‍યક્‍ત કર્યો હતો.

(11:48 AM IST)