News of Saturday, 17th August 2024
તહેવારોને અનુસંધાને રાજ્યમાં રેશનીંગ કાર્ડ ધારકોને સમયસર પુરવઠો મળી રહે તે માટે કુંવરજીભાઇનું આગોતરૂ આયોજન

(વિજય વસાણી દ્વારા)આટકોટ તા. ૧૭: આગામી દિવસોમાં આવી રહેલ સાતમ આઠમના તહેવાર નિમિત્તે રાજયના રેશનીંગ કાર્ડ ધારકોને સમયસર અને ગુણવત્તા યુક્ત પુરવઠો મળી રહે તે માટે રાજયના અન્ન નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા આગોતરું આયોજન કરવામાં આવી રહ્યું છે.
આ અંગે રાજયના અન્ન નાગરિક પુરવઠા મંત્રી કુવરજીભાઈ બાવળિયાએ એક વાતચીતમાં જણાવ્યું હતું કે નજીકના દિવસોમાં સાતમ આઠમનો તહેવાર આવી રહ્યો છે ત્યારે રાજયના રેશનીંગ કાર્ડ ધારકોને ઘઉં,ચોખા,ચણા અને તેલ દરેકને સમયસર અને સારી ગુણવત્તા વાળું મળે તે માટે એફ.સી.આઇ.તેમજ નિગમના ગોડાઉન અને તેલનો સપ્લાય કરતા સપ્લાયરો સાથે સતત મીટીંગો અને ટેલીફોનિક સૂચના આપવામાં આવી રહી છે.
આ ઉપરાંત જે તે જિલ્લાના કલેક્ટર અને પુરવઠા અધિકારીઓ સાથે પણ મીટીંગો કરી પોત પોતાના જિલ્લામાં દરેક લાભાર્થીઓ સુધી પુરવઠા નો જથ્થો પહોંચે તે માટે સૂચનાઓ આપવામાં આવી રહી છે.
અંતમાં તેમણે જણાવ્યું હતું કે તહેવારો દરમિયાન કોઈ લાભાર્થી પુરવઠાથી વંચિત નામ રહે તે માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પણ સતત માર્ગદર્શન આપી રહ્યા છે જિલ્લા કલેકટરો અને પુરવઠા અધિકારીઓને પોતાના જિલ્લા માટે આગોતરું આયોજન કરી અને જરૂરિયાત મુજબનો જથ્થો મંગાવી લેવા સૂચના પણ આપવામાં આવી છે. (
(11:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
