News of Saturday, 17th August 2024
કચ્છની પૃષ્ઠભૂમિ સાથે તૈયાર થયેલી ગુજરાતી ફિલ્મ ‘રણભૂમિ' ૩૦ ઓગષ્ટે રીલીઝ : રાજકોટના નિર્માતા દિગ્દર્શક દ્વારા નિર્માણ, રાજકોટમાં જ કચ્છના ગામડાનો સેટ ઊભો કરાયો

ભુજઃ રાજકોટના જ નિર્માતા અને દિગ્દર્શક તથા મોટા ભાગના રાજકોટના જ કલાકારોને લઈ ને તૈયાર કરવામાં આવેલ ગુજરાતી ફિલ્મ ‘રણભૂમી' આગામી ૩૦ ઓગષ્ટે રીલિઝ માટે તૈયાર છે. અનેક ફિલ્મોના પ્રોડક્શન ડીઝાઇનના અનુભવી એવા નિલેશ ચોવટીયા દિગ્દર્શિત આ ગુજરાતી ફિલ્મ રણભૂમીમાં ફિલ્મ ‘યુવા સરકાર' અને પેન્ટાગોન ફેમ હર્ષલ માંકડ, નવોદિત અભિનેત્રી શીતલ પટેલ સહીત રંગભુમી અને ફિલ્મોના જાણીતા કલાકારો એવા મેહુલ બુચ, વિપુલ વિઠ્ઠલાણી, પુજા સોની, માનીન ત્રીવેદી, મીત્રેશ વર્મા, ચેતસ ઓઝા અભિનય કરી રહ્યા છે. ફિલ્મ ‘રણભૂમી' આગામી ૩૦ ઓગસ્ટે ગુજરાત અને મુંબઇના સિનેમાઘરો માં રીલીઝ કરવામાં આવશે એવી માહિતી અભિલાષ ઘોડા દ્વારા અપાઈ છે.(તસ્વીર-અહેવાલઃ વિનોદ ગાલા - ભુજ)
(12:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
