<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th August 2024

જીલ્લામાં જુગારના ૩ દરોડામાં ૨૦ પકડાયા

પડધરીમાં પ, ગોંડલમાં મકાનમાં જુગાર રમતા ૮ અને જામકંડોરણાના અડવાળ ગામે પતા ટીંચતા ૮ શખ્‍સો પકડાયા

રાજકોટ તા.૧૭: જીલ્લામાં જુગારના ૩ દરોડામાં ૨૦ પતાપ્રેમી પોલીસની ઝપટે ચડી ગયા હતા. પ્રથમ દરોડામાં પડધરી પોલીસે મોવૈયાના ઢોરે આવેલ દરગાહ વાળી શેરીમાં રેઇડ કરી જાહેરમાં જુગાર રમતા (૧) લલીત નારણભાઇ રાઠોડ ધંધો- ખેતી રહે.મોવૈયા ગામ, (ર) સાજીદ ઓસામણ ભાઇ જુણેજા  ધંધો. ભંગારનો વેપાર રહે.મોવૈયાના ઢોરે પડધરી, (૩) દિપક ધનજીભાઇ ચાવડા ધંધો. ડ્રાઇવિંગ રહે.આબેડકરનગર પડધરી, (૪) વિજય દિનેશભાઇ ચાવડા ધંધો.મજુરી રહે.મોવૈયા ગામ તથા (પ) ઇરફાન હસેનભાઇ દલ ધંધો.ડ્રાઇવીંગ રહે.મોવૈયાના ઢોરે પડધરીને રોકડા રૂા.૨૧,૪૫૦ તથા ગંજીપતા સાથે ઝડપી લીધા હતા.

બીજા દરોડામાં ગોંડલ પોલીસે વિશાલ રૈયાણીના મકાનમાં રેઇડ કરી જુગાર રમતા મકાન માલીક (૧) વિશાલ રવજીભાઇ રૈયાણી ધંધો.વેપાર રહે.સરદાર રેસીડેન્‍સી, શિવમ એપાર્ટમેન્‍ટ, રૂમ નં.૩૦૧, (ર) પ્રકાશ બાબુભાઇ હદવાણી ધંધો.ખેતીકામ રહે.ચોરડી, (૩) અંકિત સુરેશભાઇ હદવાણી, ધંધો.વેપાર રહે.ગોંડલ ગુંદાળા રોડ, ખોડલધામ સોસાયટી, (૪) ચેતન જેન્‍તીભાઇ રૈયાણી ધંધો.પ્રા.નોકરી રહે. ગોંડલ, ખોડીયારનગર, હેમી હોમ સોસાયટી પાસે, (પ) કિશોર મગનભાઇ વામજા ધંધો.ખેતીકામ રહે.હાલ ગોંડલ, ગુંદાળા રોડ, યમુના સોસાયટી, (૬) વિશાલ છગનભાઇ માગળીયા ધંધો.ડ્રાઇવીંગ રહે. ગોંડલ, ગુંદાળા રોડ, વ્રજવાટીકા એપાર્ટમેન્‍ટ, ફલેટ નં.૧૦૧, (૭) અભય દિનેશભાઇ ગોળ ધંધો.ખેતીકામ, રહે.પ્રેમગઢ તા.જેતપુર તથા (૮) અમીત છગનભાઇ હદવાણી ધંધો.ખેતીકામ રહે. ગોંડલ ગુંદાળા રોડ, કડવા પટેલ સમાજની પાછળને રોકડા રૂા.૧,૦૨,૫૦૦ અને ગંજીપતા સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

ત્રીજા દરોડામાં જામકંડોરણા પોલીસે અડવાળ ગામેથી ધોરાજી જવાના જુના રસ્‍તે જગદીશ દેવરાજભાઇ રાઠોડની વાડીએ ઓરડી પાસે રેઇડ કરી જાહેરમાં જૂગાર રમતા (૧) જગદીશ દેવરાજભાઇ રાઠોડ ધંધો મજૂરી રહે. અડવાળ, (ર) જીતેન્‍દ્ર કારાભાઇ મકવાણા, ધંધો મજૂરી રહે. અડવાળ, (૩) મનોજ જીણાભાઇ ડાભી મંજૂરી રહે. છાપાધાર તા. ધોરાજી, (૪) જીતેન્‍દ્રસિંહ પથુભા ચૂડાસમા ધંધો ખેતી રહે. ઝાંઝમેર, તા. ધોરાજી (પ) ધર્મેન્‍દ્રસિંહ બહાદુરસિંહ જાડેજા ધંધો ખેતી રહે. અડવાળ, (૬) ગીરીરાજસિંહ જીલુભા જાડેજા, ઉ.પ૧ ધંધો ખેતી રહે. પીપરડી તા. જામકંડોરણા તથા (૭) ભીખા રાણાભાઇ ગુજરાતી ધંધો મજૂરી રહે. ભૂખી તા. ધોરાજીને રોકડા રૂા. ૩૮,ર૦૦ અને ગંજીપતા સાથે ઝડપી લીધા હતાં. જયારે ગજેન્‍દ્રસિંહ કિરીટસિંહ જાડેજા રહે. અડવાળ નાસી છૂટતા તેની શોધખોળ હાથ ધરાઇ છે.

(12:08 PM IST)