<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th August 2024

મોરબીમાં અડધો ઇંચઃ સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં હળવા ભારે ઝાપટા

રાજકોટ તા. ૧૭ :.. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં હળવા-ભારે ઝાપટા યથાવત છે. આવા વાતાવરણ વચ્‍ચે મોરબીમાં અડધો ઇંચ વરસાદ પડયો હતો.

મોરબી

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી : મોરબીમાં કાલે વાદળછાયા વાતાવરણ વચ્‍ચે વરસાદી માહોલ જોવા મળ્‍યો હતો. બપોરના સમયે જોરદાર ઝાપટાને કારણે રોડ રસ્‍તા ઉપર પાણી વહેતા થઇ ગયા હતાં. સરકારી ચોપડે સાંજે ૬ વાગ્‍યા સુધીમાં ૧૬ મી. મી. વરસાદ નોંધાયો હોવાનું જાણવા મળ્‍યું છે.

ખંભાળીયા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા : દ્વારકા જીલ્લામાં સતત સૂર્ય પ્રકાશ વગરના ધાબળીયા વાતાવરણ વચ્‍ચે મેઘરાજાના ઝાપટા અવિરત રહ્યા છે. ગઇકાલે ખંભાળીયા, કલ્‍યાણપુર, ભાણવડમાં વરસાદી ઝાપટા પડયા હતાં. જયારે દ્વારકામાં એક ઇંચ વરસાદ પડયો હતો.

જામનગર

(મુકુંદ બયિદાણી દ્વારા) જામનગર : જામનગર, જામજોધપુર, વસઇ, લાખાબાવળ, મોટી બાણુગાર, ફલ્લા, જામવંથલી, મોટી ભલસાણ, દરેડ, ધુનડા, મોડપરમાં ઝાપટા પડયા છે.

બાજરા સંશોધન કેન્‍દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ર૬.ર, મહત્તમ તાપમાન ૩૦.પ, ભેજનું પ્રમાણ ૯૩ ટકા, પવનની ગતિ ૬.૧ કિ. મી. રહી છે.

(12:09 PM IST)