News of Saturday, 17th August 2024
બાબરાના અમરાપરાના યુવાન સાથે લોન અપાવવાના બહાને ૭૩ લાખ ઉપરાંતની છેતરપિંડી
બાબરાના બે શખ્સોએ કાવતરૂ રચી બોટાદ અને ગોંડલ બ્રાન્ચમાં ખાતું ખોલાવી છેતરપિંડી કર્યાની ફરિયાદ

(અરવિંદ નિર્મળ દ્વારા ) અમરેલી, તા.૧૭ : બાબરાના અમરાપરામાં રહેતાં હિતેષભાઈ મનુભાઈ ધંધુકીયા (ઉ.વ.૩૮)ને બાબરાના રહીમ મજીદભાઈ, જાવેદ મજીદભાઇ અગવાને પોતાનો આર્થિક લાભ મેળવવા પુર્વ આયોજીત કાવતરૂ રચી હિતેષભાઈ તથા અન્યોને લોન અપાવવાના બહાને તેમના કિંમતી જરૂરી ડોકયુમેન્ટ મેળવી હિતેષભાઈનું ઈડસલેન્ડબેક બોટાદ મુકામે ખાતા નં. ૧૫૭૨૧૧૧૦૨૪૭૯થી ખાતુ ખોલાવી જેમાં રૂપિયા ૪૭,૬૮,૪૦૯ તેમજ આઈડીએફસી ફર્સ્ટબેન્ક ગોંડલ બ્રાન્ચમાં ખાતા નં. ૧૦૧૧૬૦૯૧૮૧
થી હિતેષભાઇના ડોક્યુમેન્ટનો ઉપયોગ કરી તેના જાણ બહાર ખાતું ખોલાવી જેમાં રૂા. ૨૬,૦૪,૩૧૦ જેટલી રકમ મળી કુલ રૂા.૭૩, ૭૨, ૭૧૯નું તેમજ બાબરા ગામના અન્યોના પણ બેંક ખાતા ખોલાવી તે લોકોની જાણ બહાર બેન્ક એટીએમ કાર્ડ તથા ચેક બુક તેમજ ઈન્ટરનેટ બેકિંગના આઈડી પાસવર્ડ ડી પાસવર્ડ બૅન્કો પાસેથી મેળવી પોતાની પાસે રાખી જે ખાતામાં યુકતિ પ્રયુકિતથી ગુજરાત રાજય તથા બહારના રાજયમાંથી ખાતા ધારકના ખાતામાં પૈસા મંગાવી પોતે ખાતા ધારક હોય તે રીતે પૈસા મોકલનાર સાથે ડિલ કરી પૈસાની અન્ય કોઇ બીજા ખાતાઓમાં લેપટોપ તથા મોબાઇલ ફોન જેવા ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણનો ઉપયોગ કરી અલગ-અલગટ્રાન્જેક્શન કરી પોતાનો તથા પૈસા મોકલનારને આર્થિક લાભ પહોંચાડી હિતેષભાઈ સહિત અન્ય સાથે વિશ્વાસઘાત કરી છેતરપિંડી કરી એકબીજાએ મદદગારી કરી ગુનો કર્યાની બાબરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
અમરેલી જિલ્લામાં કમોતના વધુ ત્રણ બનાવો
ધારી તાલુકા ધારગણી ગામે મુન્નાભાઇ વેકરીયાની વાડીના કુવામાં ચંપાબેન અરજણભાઈ દાફડા ઉ.વ.૫૫ને સાંધાનો તથારતાાયુનો દુખાવો રહેતોહોય અનેપોતાના નાના દિકરાની ઉંમર થવા છતાં સગપણ થતું નહોવ જેની સતત ચિંતા રહેતાહોય જેના કારણે પોતે પોતાની મેળે કુવામાં પડી જતાં પાણીમાંડુબી જવાથી મોત નિપજયાનું પુત્ર સંદિપભાઈ અરજણભાઈ દાફડાએ ચલાલા પોલીસ મથકમાં જાહેર કરેલ છે.
બીજા બનાવમાં રામગઢ ગામે રહેતાં દેવચંદભાઈ ગોવિંદભાઈ કથિરીયા ઉ.વ. ૭૫ પોતાની વાડીએ મકાનનું કામ ચાલતું હોય અને ઇલેકટ્રીક મોટર દ્વારા પાણી છાંટતા હોય ત્યારે વિજ શોક લાગવાથી મોત નિપજવાનું કાળુભાઈ ભીમજીભાઈ કવિરીયાએ સાવરકુંડલા રૂરલ પોલીસ મથકમાં જાહેર કરેલ છે.
ત્રીજા બનાવમાં બાબરા તાલુકાના વાવડા ગામની સીમમાં ઘનશ્યામભાઇ વિઠ્ઠલભાઇ ભાયાણી વાડીએ દાહોદ જિલ્લાના શ્રમિક પરિવારના બાળક બાબો રાકેશભાઈ ડીમરાજભાઈ બાંભણીયા (ઉ.વ. દોઢ માસ) પાણીના ટાંકામાં પડી જતાં ડુબેલીહાલતમાં લાશ મળી આવ્યાનું મનિષાબેન રાકેશભાઈ બાંભણીયાએ બાબરા પોલીસ મથકમાં જાહેર કરેલ છે.
૧૬ નબીરાઓને નશો કરેલી હાલતમાં ઝડપી પાડયા
અમરેલી જિલ્લમાં જુદા જુદા સ્થળોએથી ૧૬ નબીરાઓને નશો કરેલ હાલતમાં ઝડપી લઈ જેલની હવા ખવડાવી સરભરા કરીહતી. જેમાં ડુંગર, ધારી, વંડળ, રાજૂલા, બાબરા, જાફરાબાદ, દામનગર પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
અમરેલીમાં યુવાન ઉપર હુમલો
અમરેલી તાલુકાના લાઠી રોડબાયપાસ ઉપર આવેલ હ્યુન્ડાઈ શો રૂમમાં ગાડી વોશિંગ કરતાં પરેશભાઈ મનસુખભાઈ રાજયગુરૂ ઉ.વ.૨૬ને રોહિત જોષીએ ત્યાં આવીને કહેલ કેતું મારી પત્ની સામે કેમ ઈશારા કરે છે તેમ કહી ગાળો બોલી લોખંડની કોશ વડે માથામાં અને હાથે મારમારી ધમકી આપ્યાની અમરેલી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
મેડી ગામે સીમમાં વળધ્ધ ઉપર હુમલો
અમરેલી તાલુકાના મેડી ગામની સીમમાં લખુભાઈ ઓઢાભાઈ ધાધલ ઉ.વ. ૬૫ અને આરોપીના ખેતરના વચ્ચેના ભાગમાં પડેલસિમેન્ટના વિજપોલના ટુકડા નંગ-૨ આરોપીએ આ થાંભલા ફેરવેલ હોય જેથી ઠપકો આપતાં કૈલાશબેન નાગભાઈ ધાધલે ઉશ્કેરાઈ દાતરડુ લઈ આવી ઈટના છુટા ઘા મારી શરીરે મુંઢ ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની અમરેલી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
(12:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
