<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th August 2024

ગોંડલ નાગરીક બેન્‍કના લિગલ મેનેજર સામે સભાસદના ગંભીર આક્ષેપો

લીગલ એડવોકેટ જીવનભાઇ કાલરીયા સામે ભવ્‍યેશભાઇ ઢોલની બેન્‍કના જનરલ મેનેજરને રજુઆત

(ગૌરાંગ મહેતા, જયસ્‍વાલ ન્‍યુઝ દ્વારા)  ગોંડલ, તા., ૧૭: અહીની ગોંડલ નાગરીક સહકારી બેંક કોઇને કોઇ કારણોસર વિવાદમાં રહેતી જ હોય છે. જે મુજબ ગોંડલ નાગરીક સહકારી બેંકના લીગલ મેનેજર સામે ગોંડલ નાગરીક બેંકના એક સભાસદે તેઓ પોતાના પદ પર અયોગ્‍ય છે તેવુ કહી તેમને ફરજ પરથી ઉતારીને તેમની જગ્‍યાએ યોગ્‍ય લાયકાત ધરાવતા વ્‍યકિતની નિમણુંક કરવા સ્‍ટેટ રજીસ્‍ટ્રાર-ગાંધીનગર, તેમજ જનરલ મેનેજર અમદાવાદ, સુપરવિઝન ડીપારમેન્‍ટ એફ.કો.ઓ. બેંકને અને રાજકોટ જીલ્લા રજીસ્‍ટ્રારને લેખીત અરજી કરી છે.

ઉપરોકત બાબત મુદ્દે જાણવા મળતી વિગત મુજબ ગોંડલ નાગરીક સહકારી બેંકના સભાસદ ભવ્‍યેશ વિનોદરાય ઢોલે  એક અરજી કરી છે કે ગોંડલ નાગરીક સહકારી બેંકમાં લીગલ મેનેજર (લીગલ એડવોકેટ) તરીકે ફરજ બજાવતા જીવનભાઇ ભીમજીભાઇ કાલરીયાને પોતાની ફરજ ઉપરથી મુકત કરી તેમની જગ્‍યાએ નવા નિયુકિત કરવામાં આવે.

આ અરજીમાં સભાસદ ભવ્‍યેશભાઇ ઢોલએ જણાવ્‍યું છે કે જીવનભાઇ કાલરીયાને હાર્ટની બિમારી હોય તેની દવા ચાલુ છે.

ઉપરાંત તેઓ મોટી ઉંમરના હોય અને તેમને બહુ યાદ રહેતુ ન હોય તેથી જો તેઓ આ ફરજ પર ચાલુ રહે તો ગોંડલ નાગરીક બેંકને ખુબ જ ગંભીર નુકશાન નજીકના ભવિષ્‍યમાં ઉઠાવવું પડે. અને બેંકે લેવાના થતા અગત્‍યના નિર્ણયોમાં તેમના લીધે નુકશાન થવાની ભીતિ રહેલ છે.

તેથી ભવ્‍યેશભાઇ ઢોલે આ અરજીમાં જણાવેલ છે કે તેઓની સાથે અગાઉ જીવણભાઇ કાલરીયા સાથે નાણાકીય વહેવાર થયેલ. પરંતુ ભવ્‍યેશભાઇએ તે હિસાબ ચોખ્‍ખો કરેલ હોય છતા જીવણભાઇએ તેની સામે ચેક રીટર્ન કેસ કરેલ. ત્‍યાર બાદ જીવણભાઇને યાદશકિતના લીધે ભુલી જવાની આદત હોય ભવ્‍યેશભાઇને ઘણુ સહન કરવુ પડેલ. પરંતુ થોડા સમય બાદ જીવણભાઇને આ નાણાકીય વ્‍યવહારમાં રૂપીયા પરત થઇ ગયેલ છે. તે યાદ આવી જતા ગોંડલ પોલીસ સ્‍ટેશનમાં પોતે નિવેદન આપેલ કે મને હાર્ટની બિમારી છે. તેની દવા ચાલુ છે તેમજ જીવણભાઇએ પોતાના નિવેદનમાં લખાવેલ કે તેમને ભુલવાની બીમારી પણ છે. તેથી ભવ્‍યેશભાઇ સામે જે કાંઇ કાયદાકીય કાર્યવાહી થઇ છે તે મુજબ પોતે કોર્ટમાં નેગે ૧૩૮ ની કાર્યવાહી કરવાનો નથી તેમ જીવણભાઇ કાલરીયાએ લેખીતમાં જણાવેલ છે.

દરમિયાન આગામી તા.૧પ-૯-ર૦ર૪ના રોજ નાગરીક સહકારી બેંકની ચુંટણી યોજાવા જઇ રહી છે. તેમાં બેંકના હોદેદારો દ્વારા આ ચુંટણી અંગેની તમામ જવાબદારીજીવણભાઇ કાલરીયા, લીગલ એડવોકેટને સોંપવામાં આવેલ છે. જીવણભાઇ કાલરીયાને યાદશકિત કમજોર છે તેવું પોતે જ ગોંડલ સીટી પોલીસ (બી) ડીવીઝનમાં નિવેદન આપેલ છે. તેમ છતાં બેંકના હોદેદારોએ જીવણભાઇને આ ચુંટણીની તમામ જવાબદારી તેમને આપી નાગરીક બેં઼કના પપ૦૦૦ હજાર સભાસદોના હિતનું શું ? તેવો પ્રશ્ન થઇ રહયો છે

(12:14 PM IST)