News of Saturday, 17th August 2024
પોરબંદર ફિશરીઝ દ્વારા દરિયામાં જવા માટે પ૦૦થી વધુ બોટોના ટોકન ઇસ્યુ
નવી ફિશીંગ સીઝન ફળદાયી રહે તેવી માછીમારોને આશા

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા. ૧૭ :.. સરકારના પરિપત્ર મુજબ ૧પ મી ઓગષ્ટથી નવી ફિશીંગ સીઝનનો પ્રારંભ થયો છે. નવી ફિશીંગ માટે પ૦૦થી વધુ બોટોને દરિયામાં જવા માટે મંજૂરીના ટોકના ઇસ્યુ કરાયા છે.
સરકારના પરિપત્ર મુજબ ફિશીંગની નવી સીઝન તા. ૧પ મી ઓગષ્ટથી શરૂ થઇ ગઇ છે. ફિશરીઝ વિભાગ પાસે બોટના ટોકન મંજૂરી મળ્યા બાદ વારા ફરતી ફિશીંગ બોટો માછીમારી માટે દરિયામાં રવાના થઇ રહી છે.
છેલ્લા ર વર્ષથી ફિશીંગ સીઝન નબળી રહી હતી. જેના કારણે મત્સ્યોદ્યોગને મંદીનો માર સહન કરવો પડયો હતો.
આ નવી ફિશીંગ સીઝન માછીમારો માટે સારા રહેશે અને ભરપૂર ફિશીંગ માલ મળે તેવી માછીમારોમાં આશા બંધાઇ છે.
એક સમયે માલવાહક વહાણો હતાં ત્યારે વર્ષો જૂની પરંપરા મુજબ દરિયાઇ સીઝન રક્ષા બંધન-નાળિયેરી પુનમ થી બારા પૂજન બાદ શરૂ થતી હતી.
આજે વહાણવટુ નહીવત જેવું છે અને ફિશીંગ બોટો વધી છે. ત્યારે સરકારના નિયમ મુજબ નવી સીઝન અંગ્રેજી મહિના મુજબ ૧પ મી ઓગષ્ટથી શરૂ કરાય છે.
(12:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
