News of Saturday, 17th August 2024
ડો.મનસુખભાઇ માંડવીયા સોૈરાષ્ટ્રના પ્રવાસે
કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને ખેલ મંત્રી ગોંડલ, જેતપુર, પોરબંદર, રાણાવાવ, અમરેલી, ઉપલેટામાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે

રાજકોટ તા.૧૭: ૧૧- પોરબંદર લોકસભાના સાંસદ તથા કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમત ગમત મંત્રીશ્રી ડો. મનસુખ માંડવિયા તા. ૧૭ અને ૧૮ ઓગષ્ટના રોજ પોરબંદર લોકસભા વિસ્તારની મુલાકાતે આવનાર છે. આ મુલાકાત દરમિયાન તા. ૧૭ ઓગષ્ટના રોજ ગોંડલ તથા જેતપુર ખાતે કેન્દ્રીય બજેટ પર પ્રબુદ્ધ નાગરિકો તથા ઉધોગપતિઓ સાથે પરિસંવાદ કરશે.
ત્યારબાદ તેઓ અમરેલી ખાતે ખજૂરી, કુકાવાવ મુકામે આયોજિત ‘‘એક પેડ માં કે નામ'' અંતર્ગત ૧૦૦૦ વળક્ષારોપણ સમારોહમાં હાજરી આપી તરવડા સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે જીવન વિકાસ શિબિરમાં હાજરી આપશે. તા. ૧૮ ઓગષ્ટના રોજ સવારે ૯ વાગ્યે ઉપલેટા ગુરુનાનક મંદિર ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત સર્વરોગ નિદાન શિબિરનું દીપ પ્રાગટય કરી શરુઆત કરશે. સવારે ૧૧ વાગ્યે રાણાવાવ ખાતે માલધારી નેસ નિવાસી માલધારીઓની મુલાકાત લેનાર છે. પોરબંદર ખાતે બપોરે ૨.૦૦ વાગ્યે રાજપૂત સમાજની વાડી ખાતે પોરબંદરના પ્રબુદ્ધ નાગરીકો સાથે પરિસંવાદ કરશે. ત્યારબાદ ભોદ, રાણાવાવ ખાતે ઘેડ સામાજિક વિકાસ સમિતિ દ્વારા આયોજિત તેજસ્વી વિદ્યાર્થી સન્માનના કાર્યક્રમમાં પણ હાજરી આપનાર છે.
(12:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
