News of Saturday, 17th August 2024
જામનગર જીલ્લાના કાલાવડ પાસે કાલાવડ હાઇવે ઉપર બે બાઇક વચ્ચે અકસ્માત થતા એકનું ઘટના સ્થળે મોત : એક બાઇક ચાલક ગંભીર રીતે ઘાયલ
બાઇક ચાલક એટલો સ્પીડ માં હતો કે વાવડી થી આવતા વૃદ્ધ ને જોરદાર ટક્કર મારી બન્ને ગંભીર રીતે ઘાયલ થતા 108 દ્વારા કાલાવડ ની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જયાં હાજર તબીબ દવારા વૃદ્ધ ને મૃત જાહેર કરવામાં આવ્યા

નવાગામ તા.૧૭ : જામનગર જીલ્લાના કાલાવડ પાસે કાલાવડ હાઇવે ઉપર બે બાઇક વચ્ચે અકસ્માત થતા એકનું ઘટના સ્થળે મોત થયું હતું. એક બાઇક ચાલક ગંભીર રીતે ઘાયલ થયો હતો.કાલાવડ જામનગર હાઇવે પર નાની વાવડી ગામના પાટિયા પાસે સર્જાયેલા અકસ્માતમાં બાઇક ચાલક નાની વાવડી થી કાલાવડ જઈ રહ્યા હતા અને બીજો બાઇક ચાલક કાલાવડથી જામનગર જઈ રહ્યો હતો..બાઇક ચાલક એટલો સ્પીડ માં હતો કે વાવડી થી આવતા વૃદ્ધ ને જોરદાર ટક્કર મારી હતી.બન્ને ગંભીર રીતે ઘાયલ થતા 108 દ્વારા કાલાવડ ની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જયાં હાજર તબીબ દવારા વૃદ્ધ ને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.બાઇક ચાલક યુવાન ને વધુ સારવાર માટે જામનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. મૃતક કાલાવડ ના નાની વાવડી ના વતની હોવાનું જાણવા મળ્યું છે.(તસ્વીર : હર્ષલ ખંધેડિયા : નવાગામ)
(1:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
