News of Saturday, 17th August 2024
જામજોધપુરની તલના બાચકાની ચોરી કરનારા ત્રણ ઝડપાયા

જામનગર તા. ૧૭ :.. જીલ્લાના જામજોધપુર ઘાસના ગોડાઉન પાસે આવેલ ફરીયાદીએ સાથમાં રાખેલ વાડીની ઓરડીમાંથી તલના બાચકા ચોરીના ગુન્હામાં સંડોવાયેલ (૧) સંજય ધીરૂભાઇ લોલડીયા ઉ.ર૪, (ર) ચેતન રમેશભાઇ પંચાસરા, ઉ.૩પ, (૩) રોહિત જેંતીભાઇ ઝીંઝૂવાડીયા ઉ.૩પ ને પકડી (૧) તલના બાચકા નંગ ર૮ (પ૬ મણ) કિ. રૂા. ૧,ર૩,ર૦૦, (ર) સફેદ કલરની મહિન્દ્રા કંપનીનું માલ વાહક જીતો વાહન રજી. નં. જીજે-૧૦-ટીએકસ ૩પ૮૬ કિ. રૂા. ૪,૦૦,૦૦૦ (૩) મોબાઇલ ફોન ૪ કિ. રૂા. ૧પ,૦૦૦ મળી એમ કુલ કિ. રૂા. પ,૩૮,ર૦૦ નો મુદામાલ કબ્જે કરેલ છ.ે અને જામજોધપુર પો. સ્ટે. એ. પાર્ટ ગુ. ર. નં. ૧૧ર૦ર૦ર૬ર૪૦પ૮૯ બીએનએસ કલમ ૩૦પ, ૩૩૧ (૩), ૩૩૧ (૪) નો ગુન્હાનો ભેદ ઉકેલ છે.
આ કાર્યવાહીમાં એલ. સી. બી. દેવભૂમિ દ્વારકાના પોલીસ ઇ. કે. કે. ગોહીલની રાહબારી હેઠળ પીએસઆઇ એ. એલ. બારસીયા, પીએસઆઇ એસ. એસ. ચૌહાણ, પીએસઆઇ એસ. વી. કાંબલીયા, એએસઆઇ વિપુલભાઇ ડાંગર, સજૂભા જાડેજા, ડાડુભાઇ જોગલ, એચ. સી. સહદેવસિંહ જાડેજા, ગોવિંદભાઇ કરમુર, પી. સી. કિરપાલસિંહ ચૌહાણ, ડ્રા. એ. એસ. આઇ. ડી. જી. ચુડાસમાનાઓ જોડાયા હતાં.
(1:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
