<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th August 2024

જામનગરમાં પૂનમબેન-રીવાબા-દિવ્‍યેશ અકબરીએ પોતાના ઘરે રાષ્‍ટ્રધ્‍વજ ફરકાવ્‍યા

હર હર ઘર તિરંગા અભિયાનમાં સર્વે નાગરિકોને જોડાવા માટે કર્યું આહવાન

 (મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર, તા., ૧૫: જામનગર જિલ્લાના સાંસદ અને બન્ને ધારાસભ્‍યો પણ આઝાદીના રંગે રંગાયા છે, અને પોતાના નિવાસ્‍થાનમાં રાષ્‍ટ્રધ્‍વજ ફરકાવીને દેશના ૭૮ માં સ્‍વાતંત્ર્ય પર્વની ઉત્‍સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.

 જામનગર જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ કે જેઓએ ભારતના વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના હર ઘર તિરંગાના અભિયાનને અનુલક્ષીને જામનગરમાં સ્‍વસ્‍તિક સોસાયટીમાં  આવેલા પોતાના નિવાસસ્‍થાને રાષ્‍ટ્રધ્‍વજ લગાવ્‍યો હતો, અને હાલારના બંને જિલ્લાના નાગરિકોને પોતાના રહેણાંક મકાનો તેમજ વ્‍યવસાય ના સ્‍થળો ઉપર રાષ્‍ટ્રધ્‍વજ ફરકાવીને હર ઘર તિરંગાના અભિયાનને વેગવંતુ બનાવવા માટે આહવાન કર્યું હતું.

 જામનગરના ૭૮- ઉત્તર વિધાનસભા વિસ્‍તારના ધારાસભ્‍ય રિવાબા જાડેજા એ પણ પોતાના નિવાસ્‍થાને રાષ્‍ટ્રધ્‍વજ ફરકાવ્‍યો હતો, અને જામનગર શહેરની જનતાને રાષ્‍ટ્રહિતના આ અભિયાનમાં જોડાવા અપીલ કરી હતી.

 જામનગરના દક્ષિણ વિધાનસભા વિસ્‍તારના ધારાસભ્‍ય દિવ્‍યેશભાઈ અકબરીએ પણ પોતાના નિવાસ્‍થાને પોતાના પત્‍ની સ્‍નેહબેન સાથે રાષ્‍ટ્રધ્‍વજ ફરકાવ્‍યો હતો, અને નગરજનોને પણ પોતાના રહેણાક મકાનો પર તિરંગો લહેરાવી હર ઘર તિરંગા અભિયાનમાં સહર્ષ જોડાવા માટેનું આહવાન કર્યું હતું.

(1:35 PM IST)