<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th August 2024

જામનગરમાં લો કોલેજમાં એડમિશન મુદે એબીવીપી દ્વારા રસ્‍તા રોકો આંદોલન

ચક્કાજામ કરતા કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા.૧૭: જામનગરમાં લો કોલેજમાં એડમિશનમાં હાલાકી પ્રશ્ને ABVP દ્વારા રસ્‍તા રોકો આંદોલન કરાયું હતું. સમગ્ર રાજ્‍યમાં લો કોલેજની ભરતી પ્રક્રિયાને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે.

જામનગરની કેપી શાહ લોકો પોલીસમાં એબીપી દ્વારા વિરોધ વ્‍યક્‍ત કરવામાં આવ્‍યો હતો. સૂત્રોચાર કરી રસ્‍તા ઉપર એબીપીના વિદ્યાર્થી કાર્યકરોએ રસ્‍તા રોકયા હતા. સાત રસ્‍તા પાસે પ્રદર્શન ગ્રાઉન્‍ડ નજીક રસ્‍તા પર ચક્કાજામ કરતા પોલીસે કાર્યકરોની અટકાયત કરાઇ હતી. (તસવીરઃ કિંજલ કારસરીયા, જામનગર)

(1:35 PM IST)