News of Saturday, 17th August 2024
જામનગરના નાઘેડીમાં યુવકની હત્યા કરીને લાશ સળગાવી નાંખી
મૃતક કિશોર ઉર્ફે કીકલો ધાનસુરભાઇ સુમાતના મોતના કારણની તપાસ અને હત્યા કરનારાની પોલીસ દ્વારા શોધખોળ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૭ : પંચ બી પોલીસ સ્ટેશનમાં પુનાભાઈ ધાનસુરભાઈ જીવાભાઈ સુમાત, ઉ.વ.ર૮, રે. આર્શીવાદ કલબ રીસોર્ટ વાળા રોડ પર એડવેન્ટ સુકની સામે, લહેર તળાવના કાઠે, નાઘેડી ગામ, તા.જિ.જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૬-૮-ર૦ર૪ના મરણજનાર કિશોર ઉર્ફે કીકલો ધાનસુરભાઈ જીવાભાઈ સુમાતના ઝુપડા પાસે નાઘેડી ગામે કોઈ અજાણ્યા ઈસમ/ઈસમોએ ફરીયાદી પુનાભાઈના ભાઈ કિશોર ઉર્ફે કીકલો ધાનસુરભાઈ જીવાભાઈ સુમાત, ઉ.વ.આ.૩૬ વાળાને કોઈપણ હથીયાર વડે નાકથી કપાળ સુધી અને કપાળથી ઉપરના ભાગે તથા માથાના ભાગે ઈજા કરી કિશોરભાઈનું મોત નિપજાવી લાશને સળગાવી દઈ પુરાવાનો નાશ કરી ગુનો કરેલ છે.
જુની અદાવતનો ખાર રાખી માર માર્યો
ધ્રોલ પોલીસ સ્ટેશનમાં સાગરભાઈ હસમુખભાઈ પરમાર, ઉ.વ.ર૪, રે. શીવ લહેરી હોટલ પાછળ, ધ્રોલ-રાજકોટ હાઈવે રોડ, ધ્રોલ ગામ વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧પ-૮-ર૦ર૪ના ફરીયાદી સાગરભાઈની પાડોશમાં રહેતા આ કામના આરોપી લખન સુખા સાડમીયા તેના માતાપિતા સાથે ઝઘડો કરતો હોય જેથી ફરીયાદી સાગરભાઈએ તેમને ના પાડતા કે તમારા માતા-પિતા સાથે ઝઘડો ન કરો જે આરોપીને સારૂ ન લાગતા તે બાબતનો ખાર રાખી ફરીયાદી સાગરભાઈને ગાળો આપી લાકડાના ધોકાથી ઘા મારી ડાબા પગમાં મુંઢ ઈજા તથા ડાબા હાથમાં ફેકચર જેવી ઈજા કરી તથા જિલ્લા કલેકટના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.
જામસુખપરમાં જુગાર રમતા ચાર ઝડપાયા
જામજોધપુર પોલીસ સ્ટેશનમાં કોન્સ. રવિન્દ્રસિંહ રાજનસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૬-૮-ર૦ર૪ના જામસુખપુર ગામે જુના રેલ્વે સ્ટેશન પાસે બાવળના ઝાડ નીચે આરોપી મહેશભાઈ માધવજીભાઈ ભાલોડીયા, મહેન્દ્રભાઈ અમરદાસ હરીયાણી, હસમુખભાઈ મોહનગીરી ગૌસ્વામી, ભરતભાઈ ભગવાનજીભાઈ હીંગરાજીયા એ ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન રોકડા રૂ.૧૦ર૪૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.
જામજોધપુરમાં વર્લીમટકાના આંકડા લખતો ઝડપાયો
જામજોધપુર પોલીસ સ્ટેશનમાં કોન્સ. અશોકભાઈ બાબુભાઈ ગાગીયા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૬-૮-ર૦ર૪ના રેલ્વે સ્ટેશન ગેઈટ સામે ઓટલા પાસે જાહેરમાં આરોપી લખમણભાઈ રાણાભાઈ ધારાણી એ વર્લીમટકાના આંકડા લખી લખાવી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન રોકડા રૂ.૮૬૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.
મોટી ભલસાણ ગામે દારૂ સાથે ઝડપાયો : એક ફરાર
પંચ એ પોલીસ સ્ટેશનમાં કોન્સ. ફિરોજભાઈ ગુલમામદભાઈ ખફી એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૬-૮-ર૦ર૪ના મોટી ભલસાણ ગામે, હરીજનવાસ, રામાપીરના મંદિરના પાસે આરોપી વિપુલભાઈ દાનાભાઈ ઘઈડા એ પોતાના કબ્જા ભોગવટાના મકાનમાં ગેરકાયદેસર પાસ પરમીટવગર ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૮, કિંમત રૂ.૪૦૦૦/- સાથે ઝડપાઈ ગયેલ છે. તથા આરોપી વિજયભાઈ દાનાભાઈ ઘઈડા ફરાર થઈ ગયેલ આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જડેશ્વર પાર્કમાં દારૂ સાથે ઝડપાયો : એક ફરાર
અહીં સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. રાજેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ ડોડીયા એ ફરીયાદ નોંધાવી છે કે ,તા.૧૬-૮-ર૦ર૪ ના જડેશ્વર પાર્ક મેઈન રોડ ઉપર આરોપી અનીલભાઈ ચંદુભાઈ આસરાણી એ ગેરકાયદેસર પાસ પરમીટવગર ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૧, કિંમત રૂ.પ૦૦/- સાથે ઝડપાઈ ગયેલ છે તથા અન્ય આરોપી બીપીન પ્રવિણભાઈ પીંગુલ ફરાર થઈ ગયેલ છે આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પટેલનગરમાં જુગાર રમતા ચાર ઝડપાયા
અહીં સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. ખોડુભા કનુભા જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૭-૮-ર૦ર૪ના ૮૦ ફુટ રીંગરોડ, સંસ્કારધામ સ્કુલની સામે, પટેલનગર, શેરી નં.૩ પાસે, સ્ટ્રીટ લાઈટના અજવાળે આરોપી પ્રશાંતભાઈ જેન્તીભાઈ ગોહીલ, જયદીપભાઈ રમેશભાઈ ઢકેચા, લાલજીભાઈ મનજીભાઈ વાઘેલા, મનોજભાઈ જેન્તીભાઈ દેવજીભાઈ રાઠોડ એ ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન રોકડા રૂ.૧૦૬૦૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.
ફોનથી ફોટા પાડતો હોય તેવો શક જતા માર માર્યો
અહીં સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં સમીરભાઈ ઈકબાલભાઈ કુરેશી, ઉ.વ.૩૪, રે. પટ્ટણીવાડ, પુરબીયાની ખડકી, બહાર પટ્ટણી જમાતખાના પાસે, જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૬-૭-ર૦ર૪ના પટ્ટણીવાડ, સદામ હોટલ, ચાર રસ્તા ચોકમાં ફરીયાદી સમીરભાઈના કીન્ડરનો ફોન આવતા ફરીયાદ સમીરભાઈ ફોનમા વાતો કરતા હોય ત્યારે આરોપી ઈરફાન એ ફરીયાદી સમીરભાઈને અમારા ફોટા પાડે છે અને વીડીઓ ઉતારે છે તેવો શક કરી ફરીયાદી સમીરભાઈને ઝાપટ મારેલ અને પાછળથી અન્ય આરોપીઓ ખાલીદ કોઠારી, કોનુ, સોનુ આવી જતા બધા સાથે મળી ફરીયાદી સમીરભાઈને શરીરે ઢીકાપાટુનો માર મારી મુંઢ ઈજાઓ કરી ફરીયાદી સમીરભાઈને આરોપી ઈરફાને જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાને મદદગારી કરી ગુનો કરેલ છે.
દેશી પીસ્તોલ સાથે ઝડપાયો : એક ફરાર
અહીં સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ.ધાનાભાઈ જગાભાઈ મોરી એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૬-૮-ર૦ર૪ના જનતા ફાટક જેકુરબેન કન્યા વિધાલયની બાજુમાં આરોપી અક્ષય રામભાઈ ચાવડા એ ગેરકાયદેસર રીતે પરવાના/ લાયસન્સ વગર દેશી બનાવટની પીસ્તોલ કિંમત રૂ.રપ,૦૦૦/- તથા કાર્ટીશ નં.૩૦૦/- મળી કુલ રૂ.રપ,૩૦૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે. અન્ય આરોપી દિલીપસિંહ ચુડાસમા ફરાર થઈ ગયેલ છે આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોટી લાખાણી ગામે જુગાર રમતા સાત ઝડપાયો
પંચ એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. દિનેશભાઈ આંબાભાઈ રાઠોડ એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૭-૮-ર૦ર૪ના મોટી લાખાણી ગામ વાછરાડાડાના મંદિર પાસે આરોપી શકિતસિંહ લખુભા જાડેજા, કૃષ્ણપાલસિંહ ઘનશ્યામસિંહ જાડેજા, કૃષ્નપાલસિંહ બળવંતસિંહ જાડેજા, મહાવીરસિંહ સતુભા જાડેજા, જયપાલસિંહ રામસિંહ જાડેજા, હરપાલસિંહ હકુભા જાડેજા, પૃથ્વીરાજસિંહ સબળસિંહ જાડેજા એ ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન રોકડા રૂ.૧૩૩પ૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.
ધ્રોલ ગામે જુગાર રમતા ત્રણ ઝડપાયો
ધ્રોલ પોલીસ સ્ટેશનમાં કોન્સ. રવીરાજસિંહ દાજીભા જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૭-૮-ર૦ર૪ના વાણંદ શેરી હનુમાનજીના મંદિર પાસે, સ્ટ્રીટ લાઈટના અજવાળે આરોપી અકરમશા હમીદાશા શાહમદાર, શાહનાવાઝ ફારૂકભાઈ નાગાણી, સોયબભાઈ સતારભાઈ ડોસાણી એ ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન રોકડા રૂ.૧૦,૧પ૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.
બિમારીથી યુવાનનું સારવાર દરમ્યાન મોત
જામનગર જિલ્લાના દરેડ ગામે પપ્પુભાઈની ખોલીમાં રહેતા મહેશભાઈ અનોખેલાલ મોર્ય, ઉ.વ.૪૮ એ પંચ બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૧પ-૭-ર૦ર૪ના મરણજનાર હોરીલાલ ટીકારામ મોર્ય, ઉ.વ.૪૦, રે. મસીતીયા રોડ, કાસમભાઈ ખફીની ખોલીમાં, દરેડ ગામવાળાને છેલ્લા ચાર પાંચી દિવસથી બિમારી હોય અને લીવર ખરાબ હોય અને પોતાની ખોલીમાં બેભાન થઈ જતા સારવારમાં જામનગરની જી.જી.હોસ્પિટલમાં દાખલ કરતા આજરોજ સારવાર દરમ્યાન મરણ થયેલ છે
(1:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
