<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th August 2024

ગ્રામ્‍ય વિસ્‍તારની સીમમાં ઇલે. મોટરની ચોરી કરતી રાજકોટની તસ્‍કર ટોળકી પકડાઇ

દિવસે રેકી કરી રાત્રે ચોરી કરતો'તાઃ ગોંડલ, જસદણ, સાયલા તથા વાંકાનેર પંથકમાં ચોરી કરનાર ૬ શખ્‍સોને રૂરલ એલસીબીએ ઝડપી લીધા

રાજકોટ તા. ૧૭ :.. જસદણ અને ગોંડલ અને વાંકાનેર પંથકની સીમમાંથી ઇલેકટ્રીક મોટર તથા સબ મર્સીબલ પંપની ચોરી કરનાર તસ્‍કર ટોળકીને રૂરલ એલસીબીએ ઝડપી લીધી હતી.ગઇ તા. ૧૪-૮ના રોજ જસદણના ગોખલાણા ગામે કુવા તથા બોરની મોટર તથા કેબલ વાયર મળી કુલ રૂપિયા ૫૧,૦૦૦ની સીમ ચોરીનો બનાવ બનેલ જે ગુન્‍હો શોધી કાઢવા જિલ્લા નાયબ પોલીસ મહાનિરીક્ષક જયપાલસિંહ રાઠોડે સુચના આપતા રાજકોટ ગ્રામ્‍ય એલ.સી.બી.ના પોલીસ ઇન્‍સ્‍પેકટર વી.વી.ઓડેદરા તથા પોલીસ ઇન્‍સ્‍પેકટર ડી.જી.બડવાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્‍ટાફે આ સીમ ચોરીના ગુન્‍હાને અંજામ આપનાર (૧) ભગવાનદીન રાધેશ્‍યામ ગુપ્તા ઉ.વ.૩૬ ધંધો.મુજરી રહે.વાવડી પરીન ફર્નીચર ની પાછળ આંબલી વાળી શેરી નં.૫, રાજકોટ, (ર) દિલીપ યાદવ રાધેશ્‍યામ યાદવ ઉ.વ.૨૮ ધંધો,ડ્રાઇવીંગ રહે,રાજકોટ સોલ્‍વટ ફાટકની બાજુમાં બરકાતીનગર શેરી નં.૧૦ (૩) હનામ સાધુશેખ શેખ ઉ.વ.૪૫ ધંધો મજુરી રહે, રાજકોટ ગોંડલ ચોકડી અટીકા મુળ. બેલભરીયા (૪) જમાલુદીન જલાબુદીન પઠાણ ધંધો. મજુરી રહે.રાજકોટ ગોંડલ ચોકડી ની બાજુમાં  (૫) અબ્‍દુલ ઉર્ફે નંબરીદાર રફાઇતુલ્લા કુરેશી ઉ.વ.૩૫ ધંધો મજુરી રહે, રાજકોટ ઢેબર રોડ અટીકા વિસ્‍તાર તથા (૬) અહમદ ઉનમહમદ અંસારી ઉ.વ.૩૪ ધંધો. મજુરી રહે, રાજકોટ ઢેબર રોડ અટીકા વિસ્‍તારને સબમર્શીબલ મોટરના પાર્ટસ કિં. ૧૦,૪૦૦ કોપર વાયર, મોબાઇલ તથા એકવાહન મળી કુલ ૩.૭૫,૭૭ના મુદ્દમાલ સાથે ઝડપી લીધા હતા.

 પકડાયેલ તસ્‍વીર ટોળકી  દિવસ/રાત્રીના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં નિકળી રેકી કરી બોર/કુવા ટાર્ગેટ કરી રાત્રીના સમયે બોર/કુવાની મોટરો કાઢી લઇ જઇ ચોરી કરવાની એમ.ઓ. ધરાવે છે.

આરોપીઓએ જસદણના ગોખલાણા ગામ તથા તેની બાજુના ગામમાં મળી સાત કુવા તથા ત્રણ બોર મળી કુલ દસ મોટર ની ચોરી કરેલ છે. આજથી ત્રણેક મહિના પહેલા વાંકાનેર પાસે નાળાની બાજુમાંથી અલગ અલગ બોર/કુવા માંથી ચાર મોટર ની ચોરી કરેલ છે. આજથી દોઢેક મહિના પહેલા સાયલા પાસેથી અલગ અલગ બોર/કુવા માંથી બે મોટર ની ચોરી કરેલ છે. આજથી પંદરેક દિવસ પહેલા અરડોઇ ગામની સીમમાંથી અલગ અલગ બોર/કુવા માંથી છ મોટર ની ચોરી કરેલ છે. તથા આજથી પંદરેક દિવસ પહેલા ગોંડલ થી આગળ આવેલ ભાદર ડેમ પાસેથી અલગ અલગ બોર/કુવા માંથી નવ મોટર ની ચોરી કરેલ છે.

આ કાર્યવાહીમાં રૂરલ એલસીબીના પો.સબ.ઇન્‍સ. શ્રી એચ.સી.ગોહિલ, એ.એસ.આઇ. બાલકૃષ્‍ણભાઇ ત્રિવેદી, અમીતસિંહ જાડેજા, બ્રીજરાજસિંહ જાડેજા તથા પો.હેડ કોન્‍સ. જીતેન્‍દ્રભાઈ ગોહિલ, ધર્મેશભાઇ બાવળીયા, ઘનશ્‍યામસિંહ જાડેજા તથા પો.કોન્‍સ. ભોજાભાઈ ત્રમટા, મથુરભાઇ વાસાણી, ભાવેશભાઇ મકવાણા, રસીકભાઇ જમોડ, વિગેરેનાઓ જોડાયેલ હતા

(1:38 PM IST)