<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th August 2024

જામનગરમાં કલકતાની ઘટનાના વિરોધમાં મોૈન કેન્‍ડલ માર્ચ

પશ્‍મિમ બંગાળમાં આવેલ કલકતામાં જુનિયર તબિયત પર થયેલી રેપ અને હત્‍યાની ઘટનાને લઇને ભાજપના મહિલા મોરચા દ્વારા જામનગરમાં મોૈન કેન્‍ડલ માર્ચ યોજી વિરોધ વ્‍યકત કરવામાં આવી રહ્યો છે. મહિલા મુખ્‍યમંત્રી મમતા બેનરજીના શાસનમાં આવી ઘટનાઓને લઇને મહિલાઓની સુરક્ષા સામે જયારે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. ત્‍યારે પિડીત પરિવારને ન્‍યાય મળે તેવી માંગણી સાથે ધારાસભ્‍ય રિવાબા જાડેજાની આગેવાનીમાં ભાજપના મહિલા મોરચા દ્વારા કેન્‍ડલ સાથે શહેરના વિવિધ રસ્‍તા પર રેલી નિકળી હતી અને વિરોધ વ્‍યકત કરવામાં આવ્‍યો છે. (અહેવાલઃ મુકુંદ બદિયાણી, તસ્‍વીરઃ કિંજલ કારસીયા, જામનગર)

(1:39 PM IST)