News of Saturday, 17th August 2024
પોરબંદરનો સોમવારે સ્થાપનાદિનઃ ૧૦૩૫માં વર્ષમાં મંગલ પ્રવેશ
નાળિયેરી પુનમ-રક્ષાબંધને અસ્માવતી ઘાટમાં પોરબંદરનું નામકરણનું તોરણ જેઠવા વંશના રાજવી બાષ્કલદેવના હસ્તે બંધાયું હતું અને વિશ્વના દેશો સાથે જળ વ્યવહાર શરૂ થયેલઃ પ્રાચીન સમયમાં સુદામાનગરી અસ્મીતનગર ‘પોર પોરવેલ' તરીકે પોરબંદરની ઓળખ હતી

પોરબંદરઃ વિક્રમ સવંત ર૦૮૦ શ્રાવણ શુદ ૧પ (પુર્ણિમા) તા.૧૯-૮ર૦ર૪ સોમવારના રોજ પોરબંદર (સુદામા પુરી-અસ્મીતનગર-પૌર-પોરવેલ કુલા)નો સ્થાપના દિન યાને નામકરણ દિન ૧૦૩૪ પુર્ણ કરી ૧૦૩પમાં વર્ષમાં મંગલ પ્રવેશ યોગાનુયોગ સોમવારને રક્ષાબંધનનો દિવસ છે.
પોરબંદર નામકરણ સ્થાપના વિક્રમ સવંત ૧૦૪૬ના શ્રાવણી પુનમ રક્ષાબંધનને સોમવારે સવારે તા. ૬-૮-૯૯૦ અસ્માવતી ઘાટે પોરબંદર નામકરણ સ્થાપના કરી અસ્માવતી ઘાટે તોરણ બાંધી પોરબંદર બંદરની જળવહેવારનો પ્રારંભ કરાવી દેશ-વિદેશની સાથે વ્યાપાર શરૂ કરી કરાવી વ્યાપાર વિકાસની શરૂઆત કરાવી એ સમયે બરડા ડુંગરની ગોદમાં (તળેટી) આવેલ ઘુમલી રાજધાની હતી. ઘુમલીમાંથી કેટલાક એવા અવશેષો મળી આવેલ છે કે સમયે અરબ સમુદ્ર ઘુલી સુધી હતો. તેમ ઇતિહાસ વિદ શ્રી નરોતમભાઇ પલાણના મતે તેઓએ જણાવેલ છે.
વિક્રમ સવંત ૧૦૪૬ શ્રાવણી પુનમ સોમવાર તા.૬-૮-૯૯૦ થી સવારના ૯. ક. ૧પ મી અસ્માવતી ઘાટે ળ વહેવાર વ્યાપાર વૃધ્ધી સાથે બરડા ડુંગરની સમૃધ્ધી ઉતરોતર વધવા લાગી જેનો અનુભવ વર્તમાન સમયમાં જોઇ શકાય છે અને માણીએ છે. પોરબંદરના બંદરનો ઉતરોત્તર વિકાસ થતો રહયો છે. પરંતુ છેલ્લા આશરે એક દશકાથી કે વધુ સમયથી કેટલાક રાજકીય સ્થાપીત હિતોએ પોરબંદરના વિકસીત બંદરને વ્યાપારી લુણો લગાડી દીધેલ છે અને હજુ પણ લુણો લગાડવામાં કાંઇ કચાશ રાખી નથી.
આજથી આશરે ૧૩પ વર્ષ આસપાસ કે તે પહેલાના ૧૮૮૮માં પોરબંદરમાં ૭ર બોતેર દેશી વહાણો બંધાયેલા તેવી માહીતી મળે છે. જે ઇસ્ટ ઇન્ડીયા કાુ. બ્રિટીશે બંધાવેલા તે સમયે ર૦૦ થી ૩૦૦ ટનની ક્ષમતા ના વહાણો બંધાતા. પોરબંદરના બંદરમાં ૧૬ જેટલા રજીસ્ટર થયેલા દેશી દહ ાણો વેપાર અર્થે ચાલતા તેમાં વધારો થયેલ. ૧૦૦૦ ટનથી રપ૦૦ ટન સુધીના વહાણો પોરબંદર અરબી સમુદ્ર કિનારે બંધાયેલ છે. કેટલાક આરબ ઇમારતમાં વહેચાયેલ છે.
પુર્વ ધારાસભ્ય શ્રી બાબુભાઇ બોખીરીયા બે વાર કેબીનેટ મંત્રી ગુજરાત સરકારમાં બન્યા તેમને બંન્ને વાર બંદરીય અને મત્સ્ય ઉદ્યોગ વિકાસનો હવાલો અપાણા બંદરનો વિકાસ કરાવી ન શકયા. કેન્દ્રમાંથી સ્વ. ગોરધનભાઇ જાવીયાએ કરોડ રૂપીયાની પોરબંદર બંદરની વિકાસની ગ્રાન્ટ ગુજરાત સરકારને મોકલી ગુજરાત સરકારે જીએમબીઇને મોકલી પર઼તુ વિકાસ ? છેલ્લે તાજેતરમાં પોરબંદરના નવી બંદર જ્ઞાતિના ખારવા જ્ઞાતી વાણોટ (પ્રમુખ્ અને સામાજીક કાર્યકર સ્વ. પ્રાગજીનાથા તુંબડીયા તથા પીઢ પત્રકાર હેમેન્દ્રકુમાર એમ.પારેખ ઇલેકટ્રોનીક મીડીયાના ચેતન કાન્તીલાલ ઠકરારે પુર્વ ગુજરાતની મુખ્યમંત્રીશ્રી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીને પોરબંદર બંદરના વિકાસની વિસ્તૃત રજુઆત કરતા પાંચ વરસના સરવે બાદ રજુઆતના સાત અને આઠ મુદ્દા આખરે ત્રણેક માસ પહેલા ગાંધીનગર મેરીટાઇમ બોર્ડમાં એજન્ડા લેવાણા અને મંજુર થયા આ બંન્ને મુદ્દામાં પોરબંદરના બારમાસી જુના નવા બંદરનો સંપુર્ણ વિકાસની રજુઆત છે.
જયાં સુધી પોરબંદરનું સીજની દેશી રજવાડા રસારૂ હતું ત્યાં સુધી બંદર આવકમાંથી પોરબંદરનો વિકાસ થતો સરકારી ્એટલે ઉ.રાજયનો વહીવટ ને આવકથી ચાલતો તેવો ગંભીર ઉલ્લેખપણ છે. સને.૧૯૭૮ માં પોરબંદરનું બંદર બારમાસી બન્યું ધીકતું થયેલ સારી આવક ધરાવતું થયું મુબઇ પછી પોરબંદર બીજાનંબરે આવકમાં અને ગુજરાતમાં પ્રથમ નંબરનું આવક ધરાવતું હતું. પરંતુ સ્થાપીત હિતોએ પોતાના સ્વાર્થ પોરબંદર બારમાસી બંદરને મુરજાવી નાખેલ છે. પૂર્વ બંદરીય મંત્રીશ્રી બાબુભાઇ માત્ર ને માત્ર બંદર વિકાસ નું આશ્વાશન આપ્યું. નાના એવા કામો કરી ખારવા સમાજને તેમજ મત્સયઉધોગના ધંધાર્થીઓએ રાજી કર્યા અન્ને એ ઉલ્લેખનીય છે કે ખારવા જ્ઞાતિ જાગૃત વાણોટ સ્વ. જીવા ૈઉર્ર્ફે જશુ ગગન શિયાળે જાગૃતા દાખવી અન્યનો બંદરમાં પગપસેરો થવાદીધેલ નહી. મશાલ છે. છતા હજુ ખારવા સમાજ તેમજ મત્સય ઉધોગના ધંધા દ્વારા આગળ આવી શકતા નથી. અથડાયે રાખે છે. જેના કારણે પોરબંદનું બંદર વિકસીત થઇ શકતું નથી
(૪)પોરબંદરનું અસ્તીત્વ રામાયણકાળ માંથી મળેલી અસ્માવતીનદીનો ઉલ્લેખ શ્રીમદ્ ભાગવતમાંથી મળે છે. જે હાલની ખાડાથી ઓળખાય છે. અસ્માવતી બારૂ જીવન છે. પોરબંદર અને સુભાષનગર વચ્ચે અસ્માવતી નદી (ખાડા) છે. સંગમ સ્થાન નહી આંખે જોઇ શકાય છે. સોમનાથ મહાદેવ સાનિધ્યો આ સોમનાથ મહાદેવનો ઉલ્લેખ ગરૂડપુરાણમાં થયેલ છે. બીજો પુરાવો રામયણકાળનો મર્યાદા પુરૂષોતમ શ્રીરામ પુષ્પકલમના વ્યાસ સ્વધ્યાય પધાર્યા ત્યારે રામ-રાવણ યુધ્ધના રામની સેનાના સેનાપતિ જાંબવનનો ઉલ્લેખ છે.
પોરબંદર એક હજાર વર્ષનું પ્રાચીન શહેર છે. તામ્રપત્ર મુજબ વિક્રમ સવંત ૨૦૪૬ ની શ્રાવણી પૂનઅને રક્ષાબંધનના દિવસે પોરબંદરને એક હજાર વર્ષ પૂરા થયા અને રાજદ્વારોની નોંધ મુજબ બરાબર એક હજાર વર્ષ પૂર્ણ થયા તેની ઉજવણી પોરબંદર સ્થાપન દિન શ્રાવણ પૂનમના વિક્રમ સવંત ૨૦૪૬ તા. ૬ ઓગસ્ટના ૧૯૯૦ના નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સ્વ. રમેશભાઇ હિંગલાજીયા દ્વારા શહેરના પ્રબુધ્ધ નાગરિકો પત્રકાર ઇતિહાસ શ્રી નરોતમભાઇ સ્વ. બાબુભાઇ બારોટ દ્વારા વિચાર વિગેરે કરી તેમજ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ સંપ્રદાયના નિ. ગો. ૧૦૮ શ્રી ગોવિંદરાયજી મહારાજશ્રીના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી છે.
નિ.ગો.૧૦૮ શ્રી ગોવિદરાયજી મહારાજશ્રીએ પૂર્ણ સકાસણી કર્યા બાદ પ્રમુખ સ્થાન સ્વીકાર્યુ તેઓશ્રીઆહયા અનુસાર વિક્રમ સવંત ૨૦૪૬ ના શ્રાવણી પૂનમના રાત્રીના ૯-૧૫ વાગ્યેસોમનાથ મહાદેવ સાનિધ્યે અસ્માવતી ધારે શાષાો મંત્રોચ્ચાર સ્વ. ચીમનલાલ ભાઇશંકર મહેતા ના આચાર્ય પદે શહેરના નામાકિંત ભૂ-દેવની ઉપસ્થિત સમુહ મંત્રોચ્ચારથી કરવામાં આવી.દ્વારા વિચારવિમશી માટે નિમંત્રીત રાજબારોટ સ્વ. બાબુભાઇ સ્વ. દિવાકરશાષાી શ્રી નિશિકાંત ડી. વૈષ્ણવ વજુભાઇ પરમાર પત્રકાર હેમેન્દ્ર એમ. પારેખ બેંક કર્ર્મી. અગ્રણી પી.બી. ગોકાણી વિગેરેના સંકલન કરી પોરબંદર નગર પાલિકાનો સહયોગ પ્રમુખ સ્વ. ગોવિંદભાઇ ઉર્ફે ગોવિંદ ટીટી તોરણીયા સહકારથી કરવામાં આવેલ પાલીકાનો પૂરો સહયોગ સાંપડેલ. (હેમેન્દ્રકુમાર પારેખ,પોરબંદર)

(1:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
