News of Saturday, 17th August 2024
ગુજરાત પ્રદેશ સંત સમિતિના ઉપાધ્યક્ષ અને તોરણીયા /હરિદ્વાર / રામદેવરા નકલંકધામ આશ્રમના મહંતશ્રી પ.પૂ. ધર્મભુષણ સંત શ્રી રાજેન્દ્રદાસ બાપુ ગુરુ શ્રી કરશનદાસ બાપુને ભારત સરકારનુ વિશષ્ટ સંન્માન"ભારત કીર્તિમાન એવોર્ડ" વિદેશની ધરતી ઉપર અર્પણ
ભારત સરકાર ના કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે જી તથા સુપ્રીમ કોર્ટ ના એડવોકેટ સંતોષ શુક્લ જી દ્વારા પૂજ્ય રાજેન્દ્રદાસ બાપુ ની સેવા, કીર્તિ, પ્રસિદ્ધિ તથા સનાતન ધર્મ પ્રત્યેની લાગણી જોઈને ભારતના એક કીર્તિમાન વ્યક્તિતવ તરીકે એમને 'ભારત કીર્તિમાન એવોર્ડ' ઇંગ્લેન્ડ ની ધરતી પાર આપવામાં આવ્યો

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૧૭ : "સત દેવીદાસ અમર દેવીદાસ"ગુજરાત પ્રદેશ સંત સમિતિના ઉપાધ્યક્ષ અને તોરણીયા /હરિદ્વાર / રામદેવરા નકલંકધામ આશ્રમના મહંતશ્રી પ.પૂ. ધર્મભુષણ સંત શ્રી રાજેન્દ્રદાસ બાપુ ગુરુ શ્રી કરશનદાસ બાપુ ને ભારત સરકારના વિશષ્ટ સંન્માન"ભારત કીર્તિમાન એવોર્ડ" અર્પણ કરવામાં આવ્યો છે
તારીખ 16 ઓગસ્ટ 2024 ના રોજ સનાતન ધર્મભુષણ શ્રી રાજરાજેશ્વર ગુરુજી (સંસ્થાપક - ઇન્ટરનેશનલ સિદ્ધાશ્રમ સેંટર), ગેરથ થોમસ (મિનિસ્ટર ઓફ બિઝનેસ - ઇંગ્લેન્ડ), પોલ સ્મિથ (ઇન્સ્પેક્ટર - હોમ ઓફિસ) ના હસ્તે એનાયત થયો હતો.
ભારત સરકાર ના કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે જી તથા સુપ્રીમ કોર્ટ ના એડવોકેટ સંતોષ શુક્લ જી દ્વારા પૂજ્ય રાજેન્દ્રદાસ બાપુ ની સેવા, કીર્તિ, પ્રસિદ્ધિ તથા સનાતન ધર્મ પ્રત્યેની લાગણી જોઈ ભારત ના એક કીર્તિમાન વ્યક્તિતવ તરીકે એમને 'ભારત કીર્તિમાન એવોર્ડ' ઇંગ્લેન્ડ ની ધરતી પાર આપવામાં આવ્યો. ભજન , ભોજન અને લોકસેવાની પરબ ની ઉજળી પરંપરાના વાહક પૂ. બાપુને ભારત સરકાર દ્વારા સંન્માનિત કરતા ગુજરાત સંતસમિતિ તથા સેવક સમાજ ગૌરવ અને હર્ષની લાગણી અનુભવી રહ્યા છીએ.વિદેશની ધરતી પર ગૌરવશાળી સનાતનત પરંપરાને ઉજ્વળ કરવા બદલ પૂ. બાપુને અભિનંદન સહ શુભેચ્છા પાઠવી છે.
(4:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
