News of Saturday, 17th August 2024
શ્રી બાલાજી હનુમાનજીને અલૌકિક દિવ્ય શણગાર

(દર્શન મકવાણા દ્વારા) જામજોધપુર, તા. ૧૭ : શ્રી બાલાજી હનુમાનજી મંદિર રાજકોટ મહાપ્રતાપી શ્રી બાલાજી હનુમાનજી મહારાજને આજે દ્રોણાગિરી પર્વત ઉઠાવતા અદભુત અલૌકિક અને દિવ્ય શણગાર કરાયા સાથે રાખડીઓના મનમોહકક દિવ્ય શણગાર , મારુતિયજ્ઞ દર્શન મકવાણા દ્વારા રાજકોટ શ્રી બાલાજી હનુમાનજી મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસ અને આજના શનિવારના દિવસે મહાપ્રતાપી શ્રી બાલાજી હનુમાનજી મહારાજને દ્રોણાગીરી પર્વત ઉઠાવતા અદ્દભૂત અલૌકિક અને આકર્ષક શણગાર કરવામાં આવ્યા છે , સાથે રાખડીઓના પણ દિવ્ય શણગાર કરાયા છે આ અદભુત મનમોહક શણગાર આકર્ષણનું કેન્દ્ર બન્યા છે ,જેના દર્શન કરી ભક્તોએ ધન્યતાની અનુભૂતિ કરી છે , દર શનિવારે અહીં દાદાને વિભિન્ન અદભુત ,મનમોહક શણગાર કરવામાં આવે છે , આજે મારુતિયજ્ઞ પણ યોજાયો હતો જેનો પણ બહોળી સંખ્યામાં ભક્તોએ અલભ્ય લાભ લીધો હતો, કહેવાય છે કે હનુમાનજી મહારાજ જયારે સંજીવની જડીબુટ્ટીને ઓળખી નહોતા શકતા ત્યારે દ્રોણાગીરી પર્વતનો એક ભાગ લઈને લંકા પહોંચ્યા હતા જે થીમના આજે દિવ્ય શણગાર કરાયા છે તો આપ પણ આજના શનિવારના પવિત્ર દિવસે પરિવાર સાથે દાદાના આ દ્રોણાગીરી પર્વત ઉઠાવતા દિવ્ય દર્શન કરી ધન્યતાની અનુભતી કરો તેમ શ્રી બાલાજી હનુમાનજી મંદિરની યાદીમાં જણાવાયું છે
(4:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
