News of Saturday, 17th August 2024
વિસાવદરમાં પીરે તરીકત સરકાર સૈયદ દાદાબાપુની જીયારત અંતર્ગત કુર્આન ખાની-મીજાલસ-ન્યાજ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર :વિસાવદરમાં દાદાબાપુ કાદરી ફાતમી રહેમતુલ્લાહ અલેહની જીઆરત ઇસાલે સવાબ સાનો શોકથી મનાવવામાં આવેલ જેમાં જુમ્મા મસ્જિદ વિસાવદર માં જુમા બાદ ફાતેહાખાની અને મસ્જિદના પેશ ઈમામ મુફ્તી તનવીર હસન સાહબે તકરીર કરી હાજરીને મજલીસને દાદા બાપુનો પરિચય એના વિશે બયાન કરી બધાને ગમગીન કરી દીધા હતા અને ઓરતો માટેની મિજાલીશ સોરઠીયા ઘાંચી જમાતખાનામાં રાખવામાં આવેલ હતી જેમાં ખૂબ બહોળી સંખ્યામાં ઓરતો આવી
ફાતેહા ખાનની કુર્આન ખ્વાની તેમજ દરૂદ શરીફ વિરર્દ કરી અને દાદાબાપુ કાદરીની એસએમકેજી હોસ્ટેલમાં રહી આલીમાં એવા હીના આપા બ્લોચે શાનદાર તકરીર કરી અને દાદાબાપુ વિશે સ્પીચ આપી હતી અને વિસાવદર સુન્ની મુસ્લિમ જમાત દ્વારા મગરીબ બાદ આમ ન્યાજનો પણ આયોજન કરેલ હતું અને દાદાબાપુના મુરીદો અને ખૂબ ચાહવા વાળાઓ અને નાની મોટી કમિટીઓ આ પ્રોગ્રામને સફળ બનાવી જોડાયા હતા અને દાદા બાપુએ વિસાવદર તાલુકાને બહુ જ મોટું યોગદાન આપેલ હતું. જેમાં વિસાવદરની જુમ્મા મસ્જિદ અને જીવાપરામાં મદ્રેસાએ ગરીબે નવાજ દાદાબાપુ દ્વારા બનાવવામાં આવેલ હતો અને વિસાવદર તાલુકામાં સરસઈ ગામે મસ્જિદ અને ખાંભા ગીર ગામે મદરેસા દુધાળા ગામે મદ્રેસા મસ્જિદ બનાવવામાં આવેલ હતી. આ પ્રોગ્રામ સુન્ની મુસ્લિમ જમાત દ્વારા કરવામાં આવ્યો હતો
(11:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
