News of Saturday, 17th August 2024
મોરબી પાલિકાના નંદીઘરની વિગતો માંગતું કોંગ્રેસ : તંત્રને 15 દિવસનું અલ્ટીમેટમ.
નંદીઘરનો કુલ ખર્ચ અને ત્યાં રાખવામાં આવેલ રઝળતા ઢોરની તારીખ વાઈઝ વિગતો નહિ અપાઈ તો આંદોલનની ચીમકી.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબીને ઢોરમુક્ત બનાવવા માટે પાલીકાએ બનાવેલ નંદીઘરનો કુલ ખર્ચ અને ત્યાં રાખવામાં આવેલ રઝળતા ઢોરની તારીખ વાઈઝ વિગતો શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા માંગવામાં આવી છે. જો આ વિગત 15 દિવસમાં નહીં આપવામાં આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામા આવી છે.
શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ વહિવટદારને રજુઆતમાં જણાવ્યું કે મોરબી શહેરમાં ભાજપની સતા હતી ત્યારે મોરબીને ઢોરમુક્ત કરવા નંદીઘર બનાવવામાં આવ્યું છે. તેવી જાહેરાત કરવામાં આવી હતી. જો કે આજની તારીખે પણ રઝળતા ઢોરનો પશ્ન યથાવત છે. આ નંદીઘર બનાવવા માટે થઈને પાલીકાના કયા હેડમાંથી રૂપિયા વાપરવામાં આવ્યા ? આ નંદીઘર બનાવવા માટે કઈ કઈ સંસ્થા તરફથી દાન મળેલ હતું ? જેની સંસ્થાના નામ સહિત આકડાકીય વિગતો તારીખ વાઈઝ પુરી પાડવી. આ નંદીઘર કયારથી ચાલુ કરવામાં આવેલ હતું અને કયારે બંધ કરવામાં આવેલ છે ? આ નંદીઘર બનાવવામાં આવેલ ત્યારથી બંધ કર્યા સુધીમાં કુલ કેટલા ઢોર રાખવામાં આવેલ હતા ? જેની તારીખ વાઈઝ વિગતો પુરી પાડવી.
નંદીઘરનો કુલ ખર્ચ અને ત્યાં રાખવામાં આવેલ રઝળતા ઢોરની તારીખ વાઈઝ વિગતો નહિ અપાઈ તો આંદોલનની ચીમકી
મોરબી : મોરબીને ઢોરમુક્ત બનાવવા માટે પાલીકાએ બનાવેલ નંદીઘરનો કુલ ખર્ચ અને ત્યાં રાખવામાં આવેલ રઝળતા ઢોરની તારીખ વાઈઝ વિગતો શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા માંગવામાં આવી છે. જો આ વિગત 15 દિવસમાં નહીં આપવામાં આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામા આવી છે.
શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ વહિવટદારને રજુઆતમાં જણાવ્યું કે મોરબી શહેરમાં ભાજપની સતા હતી ત્યારે મોરબીને ઢોરમુક્ત કરવા નંદીઘર બનાવવામાં આવ્યું છે. તેવી જાહેરાત કરવામાં આવી હતી. જો કે આજની તારીખે પણ રઝળતા ઢોરનો પશ્ન યથાવત છે. આ નંદીઘર બનાવવા માટે થઈને પાલીકાના કયા હેડમાંથી રૂપિયા વાપરવામાં આવ્યા ? આ નંદીઘર બનાવવા માટે કઈ કઈ સંસ્થા તરફથી દાન મળેલ હતું ? જેની સંસ્થાના નામ સહિત આકડાકીય વિગતો તારીખ વાઈઝ પુરી પાડવી. આ નંદીઘર કયારથી ચાલુ કરવામાં આવેલ હતું અને કયારે બંધ કરવામાં આવેલ છે ? આ નંદીઘર બનાવવામાં આવેલ ત્યારથી બંધ કર્યા સુધીમાં કુલ કેટલા ઢોર રાખવામાં આવેલ હતા ? જેની તારીખ વાઈઝ વિગતો પુરી પાડવી
(11:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
