News of Saturday, 17th August 2024
મોરબીમાં રીઢો બાઇક ચોર પકડાયો : આઠ ચોરીના ભેદ ખુલ્યા.
બી ડિવિઝન પોલીસે હાઇવે પર નંબર પ્લેટ વગરના બાઇક સાથે શખ્સને પકડ્યા બાદ પૂછતાછમાં અનેક વિગતો ખુલી

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી બી ડિવિઝન પોલીસે ચોરાઉ બાઇક સાથે શખ્સને પકડ્યા બાદ કુલ 8 બાઇક ચોરીના ભેદ ઉકેલાયા છે. હાલ પોલીસે આ શખ્સ વિરૂદ્ધ આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી સિટી બી ડિવિઝન પોલીસનો સર્વેલસ સ્ટાફ ડ્રોન કેમેરા સાથે ફર્ન હોટેલ સામે મોરબી – માળીયા નેશનલ હાઇવે ઉપર વાહન ચેકીંગમાં હતો. તે દરમિયાન ડ્રોન કેમેરામાં એક શખ્સ નંબર પ્લેટ વિનાનુ બાઇક લઇ આવતો જોવા મળ્યો હતો. હનીફભાઇ કાસમભાઇ સંધવાણી ઉ.વ.૨૮ રહે- માળીયાવાળા આ શખ્સને રોકીને પુછપરછ કરતા યોગ્ય જવાબ ન આપતો હોય જેથી પોકેટ કોપ એપ્લીકેશનમાં સર્ચ કરતા બાઇક ચોરીમાં ગયેલ હોવાનુ જણાઇ આવ્યું હતું.
બાદમાં આરોપીની સઘન પુછપરછ કરતા તેને બાઇક મોરબીમાં આવેલ ત્રાજપર રોડ, નટવર પાર્ક સોસાયટી પાસેથી ચોરી કરેલ હોવાની કબુલાત આપેલ હતી. તેમજ બીજી અલગ અલગ જગ્યાએથી અન્ય સાત જેટલા બાઇક ચોરી કરેલ હોવાની કબુલાત આપતા બીજા સાત બાઇક રીકવર કરી આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે
(11:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
