News of Sunday, 18th August 2024
સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને ફુલોનો દિવ્ય શણગાર
પ.પૂ શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી પ્રેરણા અને કોઠારીશ્રી વિવેકસાગર સ્વામિના માર્ગદર્શનથી શ્રાવણ મહિના અંતર્ગત દરરોજ હનુમાન ચાલીસા પાઠ અનુષ્ઠાન

રાજકોટ તા.૧૮
સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પણ શ્રાવણ મહિનાની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે.ત્યારે આજે પ.પૂ શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી પ્રેરણા અને કોઠારીશ્રી વિવેકસાગર સ્વામિના માર્ગદર્શનથી શ્રાવણ મહિના અંતર્ગત આજે રવિવારના રોજ શ્રી કષ્ટભંજનદેવ દાદાને ફુલોનો દિવ્ય શણગાર કરી સવારે 05:45 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી-અથાણાવાળા દ્વારા કરવામાં આવેલ છે. શ્રાવણ મહિના દરમિયાન શ્રી હનુમાન ચાલીસા પાઠ અનુષ્ઠાનનુ આયોજન કરવામાં આવેલ. તેમજ શ્રીહરિ મંદિરમાં દિવ્ય હિંડોળાના અનેરા દર્શનનૉ લાભ લઈ ધન્યતાનો અનુભવ કરેલ છે.
(10:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
