<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 18th August 2024

જૂનાગઢ સિવિલમાં દર્દીનું મોત થતાં ડોક્ટર-નર્સ પર પરિવારજનોનો હુમલોઃ ડોક્ટર તથા નર્સિંગ સ્ટાફ ધારણા પર ઉતરી ગયો

પોલીસે આશ્વાસન આપતા ડૉક્ટરોએ હડતાળ સમેટી હતી બીજી તરફ આ મામલે હુમલો કરનાર આઠ લોકો સામે ફરિયાદ નોંધાવામાં આવી છે

જૂનાગઢ,તા.૧૮,

જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં આઈસીયુમાં વેન્ટિલેટર પર રહેલા દર્દીનું મોત થતા પરિવારજનોએ ડૉક્ટરની બેદરકારીથી મોત થયાના આક્ષેપ સાથે હોબાળો મચાવ્યો હતો. આ સાથે ઉસ્કેરાઈને ડૉક્ટર તેમજ નર્સિંગ સ્ટાફ પર હુમલો કર્યો હતો. આ ઘટનાના વિરોધમાં સિવિલના ડૉક્ટરો હડતાળ પર ઉતરી ગયા હતા.

પોલીસે આશ્વાસન આપતા ડૉક્ટરોએ હડતાળ સમેટી હતી. બીજી તરફ આ મામલે હુમલો કરનાર આઠ લોકો સામે ફરિયાદ નોંધાવામાં આવી છે.

જેમાં પોલીસે ત્રણ આરોપીઓની અટકાયત કરી આગળની તપાસ શરૂ કરી છે. જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ગત મોડી રાત્રે સુખનાથ ચોકમાં રહેતા યુનુસભાઇ હુસેનભાઈ ખત્રીને છાતીમાં દુખાવો થતાં તેમના પરિવારજનો દ્વારા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં સારવાર બાદ તેનું મૃત્યુ થતા પરિવારજનો ઉશ્કેરાયા હતા અને ડૉક્ટરની બેદરકારીથી જ મૃત્યુ થયા હોવાનો આક્ષેપ કરી ડોક્ટર અને નર્સિંગ સ્ટાફ પર હુમલો કર્યો હતો. આ ઘટનાનો વિરોધ નોંધાવવા જુનાગઢ સિવિલ હોસ્પિટલના ડોક્ટર તેમજ નર્સિંગ સ્ટાફ હડતાળ પર ઉતર્યા હતા.

 ડોક્ટર પર હુમલાની ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક પહોંચી હતી અને હુમલો કરનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે આશ્વાસન આપતા ડૉક્ટરોએ હડતાળ સમેટી હતી. જ્યારે પોલીસે ૮ સામે ગુનો નોંધી ત્રણ આરોપીને સકંજામાં લીધા છે.

(11:23 AM IST)