News of Sunday, 18th August 2024
મોરબી ભાજપ મહિલા મોરચા દ્વારા બંગાળની ઘટનાના વિરોધમાં મૌન રેલી યોજાઈ.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : પશ્ચિમ બંગાળમાં મહિલા ડોક્ટર પર બળાત્કાર અને હત્યાની નિંદા કરવા માટે મોરબી મહિલા મોરચા દ્વારા તારીખ 16/8/24 ના રોજ મૌન કેન્ડલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ આયોજન મોરબી જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ ભાવનાબેન કૈલા દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી શહેર પ્રમુખ અલ્પાબેન કક્કડ, મહામંત્રી જયશ્રીબેન વાઘેલા તથા કારોબારી સભ્યો, પૂર્વ કાઉન્સીલર સહિતના કાર્યકર્તા બહેનો હાજર રહ્યા હતા
(5:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
