News of Sunday, 18th August 2024
મોરબીમાં IMA ડોકટરોએ રેલી યોજી આવેદન આપ્યું, કડક કાર્યવાહીની માંગ.
-બંગાળની ઘટનાના વિરોધમાં ડોકટરોની રોષભેર રેલી યોજાઈ.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : બંગાળમાં મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મ આચરી હત્યાનો બનાવ બનતા સમગ્ર દેશના ડોકટરો ઘટનાને વખોડી ઘટનાનો વિરોધ નોંધાવી રહ્યા છે ઇન્ડિયન મેડીકલ એસો દ્વારા આજે રાષ્ટ્રવ્યાપી હડતાલનું એલાન કરાયું હતું જે મુજબ મોરબીના ડોક્ટરોએ આજે હડતાલ પાડી હતી તેમજ રેલી યોજી આવેદન પાઠવ્યું હતું.
ઇન્ડિયન મેડીકલ એસો મોરબી બ્રાંચના ડોકટરોએ આજે રેલી યોજી જીલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું હતું IMA પ્રેસિડેન્ટ ડો. નિકુંજ વડાલીયાએ જણાવ્યું હતું કે બંગાળમાં ડોક્ટર સાથે દુષ્કર્મ-હત્યાના બનાવમાં જવાબદારોને પકડવાને બદલે લોકલ સરકાર તેને બચાવવા પ્રયત્ન કરતી હોય , પરિવારને ગેરમાર્ગે દોરવાના પ્રયાસો થયા હતા જે નિંદનીય છે કોઈ પણ ઘટના બને તો ત્યાની સરકાર જવાબદારોને પકડી કાયદા મુજબ સજા આપે છે પરંતુ અહી ઉલટું ચિત્ર જોવા મળ્યું હતું.
જવાબદારોને પકડવાને બદલે તેને પ્રોટેક્શન આપવાના પ્રયત્ન થયા હતા બનાવને એક સપ્તાહ વીત્યા છતાં જવાબદારો હજુ સુધી પકડાયા નથી લોકલ ડોક્ટર ત્યાં ધરણા કરતા હતા તો પુરાવાનો નાશ કરવાના પ્રયત્ન કરવામાં આવ્યા હોવાનું જણાવી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને ડોકટરોને સલામતીનો અનુભવ થાય તેવું વાતાવરણ આપવા માંગ કરી હતી.
(5:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
