<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 18th August 2024

ધ્રોલ તાલુકામાં તસ્કરોની રંજાડ: લતિપુરમા ચોરી કરવા ત્રાટકેલ તસ્કરો મકાન માલીક પરિવાર પર કર્યો હુમલો: પોલીસ તપાસનો ધમધમાટ

અજાણ્યા ચાર શખ્સોએ લાકડાના ધોકાઓ સાથે ચોરી કરવાના ઈરાદે ત્રાટકયા

ધ્રોલના લતીપરના પેટા પરા નાગપુરમાં દિલીપભાઈ કુરજીભાઈ તળપદાના  મકાનમાં ગત મોડી રાત્રે સમયે  અજાણ્યા ચાર શખ્સોએ લાકડાના ધોકાઓ સાથે ચોરી કરવાના ઈરાદે ત્રાટકયા હતા ત્યારે મકાન માલિક દિલીપભાઈ તથા તેમની પત્ની સંગીતાબેન, બે પુત્ર સહિત પરિવાર બહાર સુતા હતા, દરમિયાન દિલીપભાઈના મકાનમાં અજાણ્યા ચાર શખ્સો ઘુસ્યા ઓસરીના દરવાજાના તાળા નકુચાનો લોક તોડી ચોરી કરવાની કોશિષ કરતા અવાજ આવતા મકાન માલિક જાગી જતા અજાણ્યા ચાર શખ્સોએ મોઢા ઉપર રૂમાલ બાંધેલા હોય તેઓએ દિલીપભાઈ ને લાકડાના ધોકા વડે છાતીના ભાગે માર માર્યો જેને મુંઢ ઇજાઓ પહોંચી હતી અને તેમના પત્ની સંગીતાબેનને ચાર શખ્સોએ ધોકા વડે માથાના ભાગે તથા હાથમાં લાકડાના ધોકા વડે માર માર્યો ઇજાઓ પહોંચી હતી અને મનસુખભાઈ નો દીકરો જયદેવ ને જમણા હાથે લાકડાનો ધોકાનો ઘા મારતા સામાન્ય ઇજાઓ પહોચતા સારવાર હેઠળ ખસેડવા આવ્યા હતા આ બનાવ અંગે  ધ્રોલ પોલીસ મા દિલીપભાઈ કુરજીભાઈ તળપદાએ ફરીયાદ નોંધાવી અજાણ્યા ચાર શખ્સો સામે કલમ

331(4),307,115(2), 62, 54, તથા જી.પી. એક્ટ કલમ 135(1) મુંજબ ગુનો નોંધાયો ધ્રોલ પી.એસ.આઇ. પી.જી પનારાએ વધુ અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી છે
સંજય ડાંગર ધ્રોલ

(6:30 PM IST)