<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 18th August 2024

ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણીમાં ડો.પ્રિયવદન કોરાટની દાવેદારીને સૌરાષ્ટ્ર-કચ્છ શાળા સંચાલક મંડળનુ એકી અવાજે મજબૂત સમર્થન

સૌરાષ્ટ્ર-કચ્છ શાળા સંચાલક મંડળના હોદ્દેદારો-સભ્યોની બેઠક યોજાઈ : સૌરાષ્ટ્રને અન્યાય ન થાય તે માટે આગોતરી વ્યુહ રચના

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર :સૌરાષ્ટ્ર કચ્છના શાળા સંચાલક મંડળના હોદેદારો તથા મંડળના સભ્યોની મિટિંગ આજે જેતપુર ખાતે યોજાઈ હતી. આગામી દિવસોમાં ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણી યોજાનાર છે. જેમાં સૌરાષ્ટ્રને અન્યાય ન થાય અને સૌરાષ્ટ્રના અડિખમ યોધ્ધા-પ્રખર કેળવણીકાર અને વર્ષોના બોર્ડ મેમ્બર તરીકેના અનુભવી ડો. શ્રી પ્રિયવદન કોરાટની દાવેદારી મજબૂત થાય એ માટે બહોળા પ્રમાણમાં સંચાલકો દ્વારા એકી અવાજે સૂર વ્યક્ત કરી રાજ્ય સંચાલક મંડળ સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, ડો.પ્રિયવદન કોરાટ વર્ષોથી ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સદસ્ય તરીકે ચૂંટાય છે અને ચોવીસે કલાક આજ ક્ષેત્રમાં સતત સક્રિય-પ્રવૃત હોય છે અને સૌના કામ ૧૦૮ની ઝડપે ફાસ્ટ કરી આપે છે જેથી શિક્ષણ ક્ષેત્રે સમગ્ર ગુજરાતમાં તેઓ આગવી છાપ ઉભી કરી શકયા છે. આજરોજ આ બેઠક જેતપુર (જિ.રાજકોટ) ખાતે મળી હતી. ૧૪ જિલ્લાના પ્રમુખ અને મંત્રી સહિત સંચાલક મંડળના હોદ્દેદારો હાજર હતા. સૌરાષ્ટ્ર-કચ્છના ૧૩ શહેર-જિલ્લા સંચાલક મંડળે ઠરાવ કરી સમર્થન કર્યું હતુ.

(7:16 PM IST)